હું અને આલિયા અમારા જીવનના વર્તમાન સમયને એન્જોય કરવા માગીએ છીએ: રણબીર
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/04/AliaRanbir-1024x764.jpg)
મુંબઈ, આલિયા ભટ્ટ અને રણબીર કપૂર એપ્રિલ, ૨૦૨૨માં લગ્નના બંધનમાં બંધાયા હતા. ગત મહિને કપલે સોશિયલ મીડિયા પર અલ્ટ્રાસાઉન્ડની તસવીર શેર કરીને પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી. આલિયા અને રણબીર આ વર્ષે મમ્મી -પપ્પા બની જશે, તેમણે ખુશખબરી આપતાં પરિવારના સભ્યો, ફેન્સ અને ઈન્ડસ્ટ્રીના ફ્રેન્ડ્સ ખુશ થયા હતા. તેમણે બંને પર અભિનંદનનો વરસાદ કર્યો હતો.
જાે કે, કેટલાકે તેને અપકમિંગ ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ માટે પ્રમોશનલ સ્ટ્રેટેજી તો કેટલાકે સ્ટંટ કહીને કપલને ટ્રોલ કર્યા હતા. રણબીર કપૂર તેની ફિલ્મ ‘શમશેરા’ના પ્રમોશનમાં વ્યસ્ત છે, આ દરમિયાન આપેલા એક ઈન્ટરવ્યૂમાં તેણે ટ્રોલ્સ પર પ્રતિક્રિયા આપી હતી.
એક વેબ પોર્ટલ સાથેની વાતચીતમાં રણબીર કપૂરે જણાવ્યું હતું કે, પરિણીત કપલ તરીકે આલિયા અને તેને દુનિયાને જણાવવું ઉચિત લાગશે તેમ લાગ્યું હતું, કારણ કે તેમને તે યોગ્ય સમય હોવાનું લાગ્યું હતું. તેના કહેવા પ્રમાણે, તેઓ દુનિયા સાથે માત્ર આનંદ અને ખબરની વહેંચણી કરવા માગતા હતા અને આ વિશે અન્ય કોઈ વિચાર નહોતો.
શું તે બાબતે તને સોશિયલ મીડિયા પર ડેબ્યૂ કરવા માટે મજબૂર કર્યો છે? તેવા સવાલનો જવાબ આપતાં એક્ટરે ઉમેર્યું હતું કે, તેનાથી તેવી ફરજ પડી નથી અને અત્યારે તે જગ્યાએ છે ત્યાં ખુશ છે. તેણે તેવી પણ સ્પષ્ટતા કરી હતી કે, સોશિયલ મીડિયા પર આવવાનો તેનો કોઈ પ્લાન નથી.
તેના કહેવા પ્રમાણે, તેનું સ્ટેન્ડ એ જ છે જે છેલ્લા કેટલાક વર્ષોમાં હતું. આલિયા તેના જીવનમાં લાવેલા પરિવર્તન વિશે તેણે કહ્યું હતું ‘તેણે મને એક વ્યક્તિ તરીકે સ્થિર કર્યો છે. તેણે મને પ્રેમ અને આનંદ આપ્યો છે. અમે અમારા જીવનમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા ઉતાર-ચડાવ જાેયા છે અને અમે અમારા જીવનના વર્તમાન સમયને ખરેખર માણવા માગીએ છીએ’.
ઉલ્લેખનીય છે કે, પાંચ વર્ષના લગ્નજીવન બાદ કપલે લગ્ન કર્યા હતા. તેમના લગ્નને ત્રણ મહિના થવા આવ્યા છે. એક્ટરના ઘરમાં જ બંનેએ સાત ફેરા લીધા હતા. વર્ક ફ્રંટની વાત કરીએ તો, રણબીર કપૂર સંજય દત્ત અને વાણી કપૂર સાથે ફિલ્મ ‘શમશેરા’માં જાેવા મળશે, જેનું ડિરેક્શન કરણ મલ્હોત્રાએ કર્યું છે.
આ પીરિયડ ડ્રામા ફિલ્મ ૨૨ જુલાઈના રોજ થિયેટરમાં રિલીઝ થશે. રણબીર પહેલીવાર આલિયાની સાથે અયાન મુખર્જીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં દેખાશે, જે સપ્ટેમ્બરમાં રિલીઝ થશે. આ સિવાય એક્ટરની પાસે ‘એનિમલ’ અને શ્રદ્ધા કપૂર સાથેની લવ રંજનની અનટાઈટલ્ડ ફિલ્મ પણ છે.SS1MS