AMA જાપાન ઈન્ફોર્મેશન એન્ડ સ્ટડી સેન્ટર ખાતે શિન્ઝો આબેને શ્રધ્ધાંજલિ અપાઈ
ભારત-જાપાન મિત્રતાનાં મહાન ચેમ્પિયન સ્વ.શ્રી શિન્ઝો આબે, જાપાનના માનનીય ભૂતપૂર્વ વડાપ્રધાન ને શ્રદ્ધાંજલિ આપવા 09 જુલાઈ, 2022ના રોજ સાંજે 5 વાગ્યે જાપાન ઈન્ફોર્મેશન એન્ડ સ્ટડી સેન્ટર-એએમએ ખાતે ઈન્ડો-જાપાન ફ્રેન્ડશીપ એસોસિએશન, ગુજરાત અને અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ)
દ્રારા જાપાન ઈન્ફોર્મેશન એન્ડ સ્ટડી સેન્ટર ખાતે 09 જુલાઈ, 2022ના રોજ ઈન્ડો-જાપાન ફ્રેન્ડશીપના મહાન ચેમ્પિયન જાપાનના માનનીય ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ. શ્રી શિન્ઝો આબેને શ્રદ્ધાંજલિ આપવા સાંજે 5 વાગ્યે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઈન્ડો-જાપાન ફ્રેન્ડશીપ એસોસિએશન, ગુજરાતના પ્રમુખ શ્રી મુકેશ પટેલ; ઈન્ડો-જાપાન બિઝનેસ કાઉન્સિલના ચેરમેન શ્રી યતીન્દ્ર શર્મા; અને અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ના પ્રમુખ શ્રી દિવ્યેશ રાડિયા અને અન્ય પ્રેમીઓ આ ગૌરવપૂર્ણ અવસર પર જોડાયા હતા અને બે મિનિટ માટે મૌન પાળીને અને મીણબત્તી પ્રગટાવી ઉત્કૃષ્ટ નેતા માનનીય પૂર્વ વડાપ્રધાન શ્રી શિન્ઝો આબેને શ્રદ્ધાંજલિ આપી હતી.