મુલાયમ સિંહ યાદવના પત્ની સાધના ગુપ્તાએ હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

સાધના ગુપ્તા ગુડગાવની મેદાંતા હોસ્પિટલમાં અઠવાડિયાથી ભરતી હતા- તેમને ફેફસામાં સંક્રમણની બિમારી હતી
નવી દિલ્હી, સપા સંસ્થાપક મુલાયમ સિંહ યાદવની પત્ની સાધના ગુપ્તાનું નિધન થઇ ગયું છે. સાધના ગુપ્તા ગુડગાવની મેદાંતા હોસ્પિટલમાં ભરતી હતા. તેમને ફેફસામાં સંક્રમણની બિમારી હતી. ગત એક અઠવાડિયાથી તેમની તબિયત ખૂબ ખરાબ હતી.
આ પહેલાં તે લખનઉના મેદાંતા હોસ્પિટલમાં દાખલ હતા પરંતુ તેમની હાલત ખરાબ થવા લાગી તો તેમને એર એબુલન્સ દ્રારા ગુડગાવ લાવવામાં આવ્યા હતા, ત્યારબાદ નિધન થઇ ગયું હતું. તમને જણાવી દઈએ કે, સાધના યાદવ વર્ષ ૨૦૨૦ માં કોરોના વાયરસથી સંક્રમિત પણ થઈ હતી.
૧૪ ઓક્ટોબર ૨૦૨૦ ના સમાચાર આવ્યા હતા કે મુલાયમસિંહ યાદવ અને તેમની પત્ની સાધના યાદવ કોરોના વાયરસ પોઝિટિવ આવ્યા છે. કોવિડ-૧૯ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે સાધના યાદવ, મુલાયમસિંહ યાદવની બીજી પત્ની છે.
સાધના યાદવના પુત્રનું નામ પ્રતીક યાદવ છે અને તેમની વહુ અપર્ણા યાદવ છે. અપર્ણા યાદવ ભાજપ નેતા છે. યુપી વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ પહેલા જ અપર્ણા યાદવે સપા છોડી ભાજપને સાથ આપ્યો છે. ત્યારે સપા સુપ્રીમો અખિલેશની સાધના યાદવ સાવકી માતા છે.
ત્યારે સાધના યાદવના પુત્ર પ્રતીક યાદવ રિયલ સ્ટેટ બિઝનેસમેન છે. પ્રતીક યાદવ રાજકારણમાં સ્ક્રીય નથી. જાેકે, તેમની પત્ની અપર્ણા યાદવે રાજકારણમાં પગ મુક્યો છે. અપર્ણા યાદવ લખનઉની કેંટ બેઠકથી વર્ષ ૨૦૧૭ માં વિધાનસભાની ચૂંટણી લડી ચુકી છે.