Western Times News

Gujarati News

આ શહેરમાં પાણીપુરીના વેચાણ પર મૂકાયો પ્રતિબંધ

ભારતમાં ખાસ કરીને ગુજરાતના લોકોને વિવિધ જાતની વાનગીઓ ખાવાનો જબરો શોખ છે, તેમાંય જ્યારે ‘પાણીપુરી’ ખાવાની વાત આવે ત્યારે ગુજરાતીઓ સૌથી આગળ હોય છે. પરંતુ ભારતના જ એક પડોશી દેશમાં પાણીપુરીના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, તે પણ એક નાના અમથાં કારણસર…, તો ચાલો જાણીયે…

નેપાળની રાજધાની કાઠમંડુના લલિતપુર મેટ્રોપોલિટન સિટીમાં ‘પાણીપુરી’ના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જો કે પ્રતિબંધ મૂકવા પાછળનું કારણ એટલુ મોટુ નથી જેટલુ તમે માની રહ્યા છો.

હકીકતમાં આ વિસ્તારના 12 લોકોને કોલેરાની બિમારી થઇ છે, ત્યારબાદ અહીં ‘પાણીપુરી’ના વેચાણ પર સ્થાનિક વહીવટી અધિકારીએ કડક પ્રતિબંધ મૂક્યો છે.

એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ‘પાણીપુરી’ના પાણીમાં બેક્ટેરિયા મળી આવ્યા હતા. આ કારણે લલિતપુર મેટ્રોપોલિટન સિટીએ શહેરમાં ‘પાણીપુરી’ના વેચાણ અને વિતરણ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે.

નેપાળના આરોગ્ય મંત્રાલયે તમામ લોકોને સ્વાસ્થ્ય અંગે સાવધાની રાખવા વિનંતી કરી છે, કારણે કે વધારે પડતા ઝાડા-ઉલટી, કોલેરા અને પાણીજન્ય રોગો થવાનું જોખમ સામાન્ય રીતે વરસાદની સિઝનમાં વધી જાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.