બ્રિટનની શીખ મિલિટ્રી પ્રતિનિધિ મંડળ પાક. સેના પ્રમુખ સાથે મુલાકાત કરશેઃ ભારતની ચિંતાનું વધી
શીખ મિલિટ્રીનો પ્રવાસ ભારતની ચિંતાનું કારણ બન્યોએજન્સીઓ ડિફેન્સ શીખ નેટવર્કને શંકાસ્પદ માની રહી છે
નવી દિલ્હી, બ્રિટનની શીખ મિલિટ્રીનો પાકિસ્તાન પ્રવાસ ભારતીય ગુપ્તચર એજન્સીઓ માટે ચિંતાનું કારણ બની ગયું છે. શીખ મિલિટ્રી પ્રતિનિધિ મંડળે પાકિસ્તાનમાં સેના પ્રમુખ જાવેદ બાજવા સાથે મુલાકાત કરશે. જાે કે, આ મુલાકાતને પાકિસ્તાને સર્વ ધર્મ હિતાયનો મેસેજ આપવાનો પ્રયત્ન કર્યો હતો
પરંતુ ભારતીય ગુપ્તચર એજન્સીઓએ સેનાને એલર્ટ કરી દીધી છે. ગુપ્તચર એજન્સીઓ ડિફેન્સ શીખ નેટવર્કને શંકાસ્પદ માની રહી છે. આનું કારણ એ છે કે, ડીએસએનએ ઓપરેશન બ્લૂ સ્ટાર સબંધે ટિપ્પણી કરી હતી.
ડીએસએનએ તાજેતરમાં જ ઓપરેશન બ્લૂ સ્ટાર સબંધે ટિપ્પણી કરી હતી અને પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર ભારતીય સેનાના ઓપરેશનનું એક ગ્રાફિક પોસ્ટ કર્યું હતું. ત્યારબાદ ડીએસએનના ૧૨ સભ્યોનું પ્રતિનિધિમંડળ પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ કમર બાજવાના આમંત્રણ પર ૨૮ જૂને પાકિસ્તાન ગયું હતું.
પાકિસ્તાન સેનાએ કથિત રીતે શીખ પ્રતિનિધિમંડળ પ્રવાસને એ બતાવવાનો પ્રયત્ન કર્યો છે કે તેમના દરવાજા બધા ધાર્મિક સમુદાયો માટે ખુલ્લા છે. જ્યારે સમગ્ર વિશ્વ જાણે છે કે, પાકિસ્તાનના કહેવામાં અને કરવામાં ઘણું અંતર છે. આવી સ્થિતિમાં ભારતીય ગુપ્તચર એજન્સીઓને શંકા છે કે, ડીએસએનનો પાક પ્રવાસ અને સેના પ્રમુખ બાજવા સાથે મુલાકાત મોટો સંકેત આપી રહી છે.
નવી દિલ્હીમાં બ્રિટિશ હાઈ કમિશનના પ્રવક્તાએ આ મામલે કહ્યું કે, આ મુલાકાત પ્રતિનિધિમંડળના સભ્યો માટે ઐતિહાસિક અને ધાર્મિક મહત્વના સ્થળોની મુલાકાત લેવાની તક છે. સેનાના જવાનોના વ્યક્તિગત વિચારો રક્ષા મંત્રાલયના વિચારોને પ્રભાવિત કરે એ જરૂરી નથી.