Western Times News

Gujarati News

ચોરીના આરોપસર સિક્યુરીટીએ ઢોર માર માર્યોઃ બે બાળકીઓએ પિતાની છત્રછાયા ગુમાવી

પ્રતિકાત્મક

વડોદરામાં ચોરીનાં આરોપમાં મળ્યું મોત: બલજીતને માર મારવાનો અધિકાર કોને આપ્યો

(હિ.મી.એ),વડોદરા, વડોદરાના નંદેસરી જીઆઇડીસીમાં પાનોલી ઇન્ટરમીડીયેટ (Panoli Intermediate in GIDC nandesari Vadodara gujarat) નામની ખાનગી કંપનીમાં કોન્ટ્રાક્ટ કર્મચારી તરીકે ફરજ બજાવતા બલજીતસિંગ રંધાવાને (Contract employee Baljeetsing Randhava) તારીખ ૬ જુલાઈ બુધવારને રોજ ચોરી કર્યાના આક્ષેપમાં પાનોલી ઇન્ટરમીડીયેટ કંપનીના સિક્યુરિટી દ્વારા માર મારતો વિડીયો સામે આવ્યો હતો

ત્યારે હવે આ વિડીયોના બે દિવસ બાદ બલજીતસિંગ રંધાવાની મૃત્યુ થવા હોવાની બાબત સામે આવી છે. વધુ વિગત અનુસાર ઘટના એવી હતી કે એક સામાન્ય પરિવારના વ્યક્તિ બલજીતસિંગ રંધાવા જે ગુરુકૃપા ટ્રાન્સપોર્ટનાં (Gurukrupa Transport employee) કર્મચારી તરીકે પાનોલી ઇન્ટરમીડિયેટ નામની કંપનીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતો હતો,

ત્યારે ડ્રાઇવર તરીકે કામ કરી પોતાના પરિવારના સભ્યોમાં માતા પત્ની અને બે બાળકીઓનું ગુજરાન ચલાવતો હતો. જેને ચોરીના આક્ષેપમાં માર મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ હવે તેનું મૃત્યુ થયું છે. ત્યારે તેના પરિજનો દ્વારા આ સમગ્ર ઘટનાને પગલે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી થાય અને આરોપીઓને પણ એ જ સજા મળે જે ચોરીના આક્ષેપમાં બલજીતસિંહને મને મળી છે તેવી માગ કરી રહ્યા છે.

ફૂલ જેવી કોમળ બે બાળકીઓ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી બેઠી છે ત્યારે બલજીતસિંગ રંધાવાના પત્ની અને તેમની માતાએ પણ બિચારી બની પોતાની આજની આ પરિસ્થિતિને લઈને વળતરની પણ માંગ કરી છે. તેઓ કહે છે કે જ્યારે અમારા પરિવારનો આશરો હવે આ દુનિયામાં નથી રહ્યો ત્યારે આ નાની બાળકીઓનું જીવન આગળ કેવી રીતે વીતશે? સાથે જ આક્રંદ સ્વરે તેમણે જણાવ્યું હતું કે હવે આ ફૂલ જેવી કોમળ બાળકીઓના પિતા આ દુનિયામાંથી ચાલી જવાથી તેમની ખોટ કેવી રીતે પૂરી થશે?

બલજીતસિંહની ઉંમર ૩૫ વર્ષ હતી ત્યારે છેલ્લા અંદાજિત છ વર્ષથી તેઓ નંદેશરીમાં જ પોતાના પરિવારના સભ્યો જેમાં ૬૦ વર્ષીય તેમની માતાજી પ્યારકૌર તેમની પત્નિ પરમજીતકૌર, અને બે દીકરીઓ જેમાં મોટી ૩ વર્ષીય અમ્રતકૌર અને નાની દીકરી ૨ વર્ષીય હરગુન સાથે રેહતા હતા.

ત્યારે હવે પરિજનોનું પણ માનવું છે કે જાે ખરેખર ચોરી કરી હતી તો તેની સજા મોત નહીં પરંતુ કાયદાની રુવે થવી જાેઈએ શા માટે તેમને માર મારવામાં આવ્યા અને ઘાયલ થયા બાદ શા માટે તેમના પરિજનોને જાણ પણ કરવામાં આવી સાથે યોગ્ય સમયે સારવાર પર નહીં આપવાનો પણ આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો છે

ત્યારે હવે બલજીતસિંગના દુનિયામાં ચાલી જવાથી ઘરના એક મુખ્ય વ્યક્તિની ગેરહાજરીના કારણે પરિવારજનોનું આગળનું જીવન પણ મુશ્કેલ બન્યું છે.

સમગ્ર મામલાને લઈને ગુરુકૃપા ટ્રાન્સપોર્ટ જે કંપનીના કર્મચારી તરીકે કંપનીમાં કોન્ટ્રાક્ટ તરીકે કામ કરવા માટે જતા હતા તે કંપનીના સુપરવાઇઝર હરપ્રીસિંગના જણાવ્યા પ્રમાણે સમગ્ર ઘટનામાં તેમને પણ જાણ કરાઈ હતી ત્યારે છ તારીખ બુધવારના રોજ સવારે ૯ઃ૦૦ કલાકે સિંહ પણ પાનોલી કંપની ખાતે પહોંચ્યા હતા

જ્યાં તેમણે અર્ધ બેભાન અવસ્થામાં જાેયા હતા. હરપ્રીસિંગ નું જણાવ્યું હતું કે ઘાયલ બલજીતસિંગ ને પહેલા પોલીસ સ્ટેશન અને ત્યારબાદ નજીકના સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા હતા જ્યાં બલજીતસિંગની હાલત નાજુક હોવાની વાત જાણતા તાત્કાલિક તેમને વડોદરાના સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને સારવાર શરૂ કરવામાં આવી હતી.

ત્યારે સમગ્ર ઘટનામાં સવાલ એ પણ ઊભા થાય છે કે જાે ખરેખર બલજીત સિંઘ દ્વારા કોઈ ચોરી કરવામાં આવી હતી તો આ ચોરીની સજા માટે તેમને કાયદાની જાેગવાઈ પ્રમાણે પોલીસને સોંપવાની કાર્યવાહી કરી શકાય હોત ત્યારે પાનોલી ઇન્ટરમીડીયેટ કંપનીના સિક્યુરિટી દ્વારા શા માટે તેમને માર મારવામાં આવ્યા.

સવાલ એ પણ છે કે શું કોઈ વ્યક્તિના ચોરીના ગુના પાછળ તેને એટલો મારવો જાેઈએ કે અંતે તેના શ્વાસ બંધ થઈ જાય? આ ખાનગી કંપનીના કર્મચારીઓ એવા સિક્યુરિટી કર્મચારીઓને એક સામાન્ય ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા વ્યક્તિને મારવાની પરવાનગી કોણે આપી ?

ત્યારે હાલ તો આ સમગ્ર મામલે નંદેસરી પોલીસે આરોપીઓને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે પોલીસની આ કાર્યવાહી કઈ દિશામાં જાય છે અને બલજીતસિંગના પરિવારને કયા પ્રકારે ન્યાય મળે છે સાથે જવાબદાર કંપની સામે પણ કોરી કાર્યવાહી થાય છે કે કેમ તે જાેવાનું મહત્વનું રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.