આણંદ-ઉમરેઠનાં ૧૧૪ શ્રદ્ધાળુઓ અમરનાથમાં સુરક્ષિત
અમદાવાદ, ઉમરેઠ તાલુકામાંથી ૩ લક્ઝરીબસ ૧૧૪ મુસાફરોને લઇને અમરનાથ યાત્રાએ ગઇ છે. જેમાં ઉમરેઠ, લીંગડા, થામણા અને તેની આસપાસના મુસાફરો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું. અમરનાથની ધટના બાદ મુસાફરોના પરિવારજનો સતત તેઓના સંપર્કમાં રહ્યાં હતા. ત્યારે આણંદ-ઉમરેઠના તમામ મુસાફરો સુરક્ષિત હોવાથી પરિવારજનોએ હાશકારો અનુભવ્યો છે.
જેમાં મોરબી જિલ્લાના હળવદના ચાર યુવાનો અમરનાથની યાત્રાએ ગયા બાદ ગઈકાલે વાદળ ફાટવાની ઘટના બાદ સંપર્ક વિહોણા બની ગયા હતા. ચારેય યુવાનો લાપતા બની જતા હળવદ રહેતા તેમના પરિવારજનો ચિંતાનો માહોલ જાેવા મળ્યો હતો. જાે કે, પરિવારજનોએ સતત સંપર્ક ચાલુ રાખતા તેમની મહેનત ફળી હતી.
આ ચારેય યુવાનો અમરનાથમાં હેમખેમ હોવાના સગડ મળતા તેમના પરિવારજનોમાં ખુશીનો માહોલ જાેવા મળ્યો. હાલ વહીવટી તંત્ર દ્વારા શામજીભાઈ ભરવાડ, પ્રવીણ ભદ્રેશિયા, પ્રવીણભાઈ કુરિયા અને નયનભાઈ બાબરીયાને હેમખેમ પરત લાવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.
હળવદના ૪ યુવાનો અમરનાથ યાત્રા માટે ગયા હોવાનું અને ફસાયા હોવાના અને સંપર્ક વિહોણા થયા હોવાના સમાચાર ફરતા થયા હતા. જાે કે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ મિત્રો સુરક્ષિત હોવાનું જણાવ્યું હતું તો કલાકો બાદ ખુદ આ બાળકોએ જ પરિવાર સાથે સંપર્ક કરી પોતે સુરક્ષિત હોવાનું અને આર્મી બેઝ કેમ્પમાં જવા રવાના થયા હોવાનું અને પરિવારજનોને ચિંતા ન કરવા જણાવ્યું હતું.
યુવાનો પૈકી નયનભાઈ ગોરધનભાઈ બાબરીયા ભારતીય સેનાના કેમ્પમાં પહોંચ્યા હતા અને અન્ય ત્રણ યુવાનો પણ ટૂંક સમયમાં સેનાના કેમ્પમાં પહોંચશે. આ ચારેય જણા સુરક્ષિત હોવાની માહિતી પ્રાપ્ત થતા તંત્ર તેમજ પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો.
અમરનાથ યાત્રામાં વડોદરાના વકીલો પણ ફસાયા હતા. વાદળ ફાટતાં સર્જાયેલી સ્થિતિમાં ૧૨ હજાર ફૂટની ઊંચાઈએ વકીલોનું ગ્રુપ પહોચ્યું હતું. વકીલોને રેસ્કયુ કરીને સલામત ટેન્ટમાં ખસેડાયા હતા. વડોદરા વકીલ મંડળના પૂર્વ પ્રમુખ હસમુખ ભટ્ટ, જનરલ સેક્રેટરી રિતેશ ઠક્કર, જાેઇન્ટ સેક્રેટરી નેહલ સુતરીયા, પૂર્વ લાઇબ્રેરી સેક્રેટરી ઘનશ્યામ પટેલ, સિનિયર વકિલ જગદીશભાઈ રામાણી અને પ્રણવ જાેશીનું પણ રેસ્ક્યુ કરાયું હતું.
મગન ઠાકરા, જયેશ ઠક્કર અને જયેશ રામાણી પણ અમરનાથ ગયા હતા.અમરનાથ યાત્રા દરમિાન વાદળ ફાટવાની ઘટના બની હતી. જેમાં મોરબી જિલ્લાના હળવદના ચાર યુવકો ફસાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ ૪ પૈકી એક યુવક હાલમાં આર્મી કેમ્પમાં પહોંચ્યો છે અને બાકીના ત્રણ યુવકો પણ આર્મી કેમ્પમાં પહોંચવાની તૈયારીમાં હોવાની માહિતી મોરબી વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવી હતી.