ભરૂચની શબરી સ્કૂલ નજીક મોટો ભુવો પડ્યા બાદ દિવાલ ધસી પડી
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચના ઝાડેશ્વર રોડ ઉપર આવેલી સબરી સ્કૂલ નજીક ઘટના એક મોટો ભુવો પડ્યા બાદ દીવાલ ધસી પડતા સબરી સ્કૂલ સંચાલકોમાં ફફડાટ મચી ગયો હતો અને સાવચેતીના ભાગરૂપે ઘસી પડેલી દિવાલ પાસે બેરેક મુકવામાં આવ્યા હતા.
જાેકે ભુવાનું પુરાણ કરવાની કવાયત આરંભી હતી.પરંતુ નજીક માંથી પસાર થતી કાંસ અને ગટરના પગલે આગામી દિવસોમાં વધુ નુકશાન ન થાય અને કોઈ જાનહાનિ હ સર્જાય તેની સાવચેતીના પગલે તંત્ર પણ વહેલી તકે તેની મરામત કરાવે તે જરૂરી છે.
ભરૂચ શહેરના ઝાડેશ્વર રોડ ઉપર આવેલ દુબઈ ટેકરી નજીકની સબરી સ્કૂલની બહાર જ એક મોટો ભુવો પડ્યો હતો.જેમાં વરસાદી પાણીનો ભરાવો થતા એક સાઈડની મોટી દીવાલનો હિસ્સો ધસી પડતા સ્કૂલ સંચાલકો ખળભરાટ મચી ગયો હતો.
ભુવો પુડવાની કવાયત સ્કૂલ સંચાલકો દ્વારા કરવામાં આવી હતી.પરંતુ ભુવામાં ગયેલા પાણીના કારણે સંપૂર્ણ દીવાલ અચાનક ધરાશાય થઈ હતી અને જે દિવાલ ઘસી પડી છે.તેની બાજુની સ્કૂલને જાેડતી દિવાલ પણ અત્યંત જાેખમી અને મોટી તિરાડ પડી હોવાના કારણે ગમે ત્યારે ધસી પડે તેઓ ભઈ ઊભો થયો છે.
હાલ તો જે સ્થળે દિવાલ ધસી પડી છે ત્યાં વિદ્યાર્થીઓ અવર-જવર ન કરી શકે તેની સાવચેતી માટે સિક્યુરિટી ગાર્ડ મૂકી પ્લાસ્ટિકની બોર્ડર લગાવી લોકોને સાવચેત કરવામાં આવી રહ્યા છે.પરંતુ નજીક માંથી પસાર થતી કાંસ અને ગટરના પગલે વધુ ઉંડો ભૂવો ન પડે અને અન્ય દીવાલ ધરાશાય હ થાય તે માટે તંત્ર દ્વારા વહેલી તકે સમારકામ કરે તે જરૂરી છે.
નહિતર આગામી દિવસો માં જાનહાનિ શકે છે. હાલ તો ભરૂચ શહેરમાં સારા પ્રમાણમાં વરસાદ વરસવાના કારણે ઠેક ઠેકાણે ભુવા પડવાની ઘટનાઓ બની રહી છે અને માર્ગ બેસી જવાની ઘટનાઓ સામે આવી રહી છે.