આંસુદરિયા ગામે માછલીની જાળમાં ફસાયેલા અજગરનું રેસ્ક્યુ
(પ્રતિનિધિ)શહેરા, શહેરાના પાનમડેમ વિસ્તારમાં આવેલા આસુંદરિયા ગામમાં આવેલા મોટા તળાવમાં એક અજગર ફસાયેલો હોવાની જાણ વન અધિકારી રોહિત પટેલને થતા વન અધિકારી દ્વારા મુક્ત જીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ રેસ્ક્યુ એકેડમી ના મનજીતભાઈ વિશ્વકર્માને સહીત ફોરેસ્ટ ઓફિસરો સાથે સ્થળ પર પહોંચી
અજગરને જાળીમાંથી બહાર કાઢી રેસ્ક્યુ કરાયુ હતું જેમાં અજગરની અંદાજે લંબાઈ ૬ ફૂટ જેટલી હતી આ રેસ્ક્યુ બાદ અજગરને પાનમ ડેમના જંગલમાં સહી સલામત છોડવામાં આવ્યો હતો આ રેસ્ક્યુ બી ડી જરવરીયા, આર એસ ચૌહાણ,રણજીતભાઈ ડાભી, ગોવિંદભાઈ ડાભી દ્વારા કરવામાં આવ્યું હતું.