જાેની ડેપને શેરીઓમાં ભીખ માગતો જાેઈને લોકો ચોંકી ગયા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/11/Johnny-scaled.jpg)
જાેની હાલમાં પોતાની પત્ની વિરૂદ્ધ કેસ જીતવાને કારણે તેઓ ચર્ચામાં રહ્યા હતા પરંતુ આ વખતે તેની ચર્ચા કોઈ અન્ય કારણોસર છે
જેક સ્પેરોનાં રૂપમાં માગે છે ભીખ
નવી દિલ્હી,મશહૂર અમેરિકન અભિનેતા જાેની ડેપને કોણ નથી જાણતું. હાલમાં જ તે પોતાની પત્ની વિરૂદ્ધ કેસ જીતવાને કારણે તેઓ ચર્ચામાં રહ્યા હતા, પરંતુ આ વખતે તેની ચર્ચા કોઈ અન્ય કારણોસર છે. વાસ્તવમાં એક વ્યક્તિનો વિડીયો સામે આવ્યો છે, જેમાં તે ભીખ માંગતો જાેવા મળી રહ્યો છે, એક સમયે એવું લાગે છે કે તે બીજું કોઈ નહીં પણ જાેની ડેપ છે, પરંતુ જ્યારે તમે આ વ્યક્તિને ધ્યાનથી જુઓ છો, તો આ વ્યક્તિ જાેની ડેપ નથી પણ તેના જેવો દેખાવ કરનાર છે. વાસ્તવમાં, આ વ્યક્તિએ એવો વેશ બનાવ્યો છે કે કોઈપણ છેતરાઈ જાય. આમાં તેણે જાેની ડેપની ફેમસ ફિલ્મ પાઇરેટ્સ ઓફ ધ કેરેબિયનનો લુક અપનાવ્યો છે, જે જાેની ડેપ જેવો લાગે છે.
આશ્ચર્યજનક રીતે, આ વ્યક્તિ જેક સ્પેરોનો પોશાક પહેરીને ભીખ માંગતો જાેવા મળ્યો. એ વ્યક્તિને જાેઈને ઘણા લોકો મૂંઝાઈ ગયા કે શું ખરેખર જાેની ડેપ જેક સ્પેરો બનીને ભીખ માંગી રહ્યો છે! આ વિડીયો સોશિયલ મીડિયા પર છવાયેલો છે અને વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા વિડીયોમાં તમે જાેઈ શકો છો કે ઘણા વાહનો લાલ સિગ્નલ પર થોભેલા છે. એટલામાં સામેથી એક ભિખારી આવે છે, જે બરાબર જેક સ્પેરો જેવો દેખાય છે. તે માણસ અચાનક રમકડાની બંદૂક બહાર કાઢે છે
અને કાર તરફ આગળ વધવા લાગે છે. થોડા સમય પછી તે વ્યક્તિ કારની બારી પાસે પહોંચે છે અને પૈસા લેવા માટે તેની ટોપી આગળ કરે છે. પૈસા મળતાં જ તે જેક સ્પેરોની જેમ સ્મિત કરે છે અને પછી જતો રહે છે. કારમાં હાજર લોકોએ તે વ્યક્તિને કેમેરામાં કેદ કરી લીધો અને વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. તમને આજે પણ અમેરિકન એક્ટર જાેની ડેપ યાદ હશે. છેલ્લા કેટલાક દિવસોથી ભારતમાં પણ તેની ખૂબ ચર્ચાઓ થઈ રહી છે. તેણે તાજેતરમાં તેની પત્ની પાસેથી છૂટાછેડા અને ઘરેલું હિંસા સંબંધિત કેસ જીત્યો છે
(જાેની ડેપ એમ્બર હર્ડ કેસ). આ પહેલા જાેની ડેપ પોતાની ફિલ્મ પાઇરેટ્સ ઓફ ધ કેરેબિયનથી ભારતીય દર્શકોને દિવાના બનાવી ચૂક્યા છે. ફિલ્મમાં તેનું પાત્ર કેપ્ટન જેક સ્પેરો ખૂબ જ પસંદ કરવામાં આવ્યું છે.SS1