ઢાંઢર નદી બની ગાંડીતુર, ડભોઈ તાલુકાના ૮ ગામો સંપર્ક વિહોણા
વડોદરા,સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદને કારણે મુશ્કેલી શરૂ થઈ ગઈ છે. તો હવામાન વિભાગ દ્વારા પણ ૧૧થી ૧૫ જુલાઈ વચ્ચે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વડોદરા શહેર તથા જિલ્લામાં પણ સતત બે દિવસથી વરસાદ પડી રહ્યો છે. વડોદરામાં વરસાદને કારણે ઢાંઢર નદી ગાંડીતુર બની છે.
તો ડભોઈ તાલુકાના ૮ ગામો સંપર્ક વિહોણા બન્યા છે.વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં સતત પડી રહેલા વરસાદને કારણે ઢાંઢર નદી ગાંડીતુર બની છે. તાલુકાના ૮ ગામો સંપર્ક વિહોણા બની ગયા છે.
ડભોઈ તાલુકાના લુણાદરા, કબીરપુરા, અમરેશ્વર, બંબોજ, બંબોજ વસાહત સહિતના ગામો સંપર્ક વિહોણા બની ગયા છે. ઢાંઢર નદીમાં નવા પાણીની આવક થવાને કારણે આબુબાજુના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. તો ડભોઈથી વાઘોડિયાનો મુખ્ય રસ્તો બંધ કરવામાં આવ્યો છે. મુખ્ય રસ્તો બંધ થતા ૭ ગામના લોકોને અસર થઈ છે.HM