રોટરી ક્લબ ઓફ ગાંધીનગરનો ૩૭મો શપથવિધિ સમારોહ યોજાયો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/07/rotary1.jpeg)
રોટરી ક્લબ ઓફ ગાંધીનગરનો ૩૭મો શપથવિધિ સમારોહ ગેઝિયા હોલ, સેક્ટર -૨૫ ખાતે યોજાયો જેમાં રોટરીના સભ્યો, બોર્ડ મેમ્બર્સ, અન્ય રોટરી કલબના સદસ્યો, પરિવારજનો, આમંત્રિત મહેમાનો, રોટ્રેક્ટ્સના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.
રોટરી વર્ષ ૨૦૨૨-૨૩ના પ્રમુખપદે વ્યવસાએ ડોક્ટર તરીકે સેવા આપતા એવા રોટે.ડો.જગદીશભાઈ પટેલ અને સેક્રેટરી તરીકે પ્રોફેસર રોટે. ડો. પારસ ઉચાટની વરણી કરવામાં આવી હતી
સાથે નવા જોડાયેલ સભ્યો અને નવા બોર્ડ મેમ્બર્સએ શપથગ્રહણ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન રોટરીના પૂર્વ પ્રમુખ રોટે. ડો. ધર્મેન્દ્ર પટેલ અને રોટે. જશવંત ગાંધી દ્વારા કરવામાં આવ્યું હતું.