Western Times News

Gujarati News

 ગુજરાતી ફિલ્મોમાં નવા માઈલ સ્ટોન સર કરવા નવી વાર્તાને રજૂ કરતી “53મું પાનું” ફિલ્મનું ટ્રેલર થયું રીલીજ

ફિલ્મના ટીજરને મળેલા પ્રતિસાદ બાદ ફિલ્મની સસ્પેન્સ વાર્તાને જાણવા માટે દર્શકોની ઉત્સુકતા વધી કિંજલ રાજપ્રિયા, આર્જવ ત્રિવેદી, ચેતન દહીયા, મેહુલ બુચ, જય ભટ્ટ જેવા નામી કલાકારો અભિનયના જાદુથી ફિલ્મને  લગાવશે ચારચાંદ
“મેગ્નેટ મીડિયા ફિલ્મ્સ” તથા “ફિફ્થ વેદા પ્રોડક્શન્સ”ની આવનારી ગુજરાતી ફિલ્મ “53મું પાનું” આવી રહી છે.

જેના ટ્રેલર લોંચનો કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો હતો. કિંજલ રાજપ્રિયા, આર્જવ ત્રિવેદી, ચેતન દહીયા, મેહુલ બુચ, જય ભટ્ટ જેવા નામી કલાકારો હાજર રહ્યા હતા. ફિલ્મનું એનાઉન્સમેન્ટ મેકર્સ દ્વારા આજે કરવામાં આવ્યું હતું.

ફિલ્મના રીલીજ થયેલા પોસ્ટર અને ટીજરે અનેક લોકોમાં ઉત્સુકતા વધારી છે અને સૌ કોઈ એ જાણવા બેતાબ છે કે, આ ફિલ્મની સ્ટોરીશું છે? અને સસ્પેન્સ શું છે? પરંતુ એ ઘડી નજીક જ આવી રહી છે. 29 જુલાઇના રોજ ફિલ્મ સિનેમા ઘરોમાં આવી રહી છે.

આપણે રોજ બનતી ધમાલ વચ્ચે સતત કેટલીક બાબતોનો સામનો કરી તેને અનુભવતા હોઈએ છીએ કે, આપણી આસપાસની દુનિયા એટલી સરળ નથી જેટલી તે આપણને લાગે છે. ઘણી બધી અનૈતિક પ્રવૃત્તિઓ થાય છે જેના પર આપણે ધ્યાન આપતા નથી.

જેમ કે, રસ્તા પરના અકસ્માતો, અપહરણ, ભ્રષ્ટાચાર, શિક્ષણ ક્ષેત્રે બનતા કૌભાંડો જેવા અનેક ઘટનાઓથી જાણતા અજાણ પણ બનીએ છીએ શું આપણે એકવાર પણ વિચાર કર્યો છે કે, આવું આપણી સાથે બનશે તો આપણી શું હાલત થશે? તેનો વિચાર આપણે નથી કરતા.

બસ તો આવી રહેલી “53 મું પાનું” ગુજરાતી ફિલ્મ આ વાતને વધુ આગળ વધારશે. આ ગુજરાતી ફિલ્મની એક એવી વાર્તા છે જે દરેકને વિચારવા પર મજબૂર કરી દેશે મારી સાથે આવું થયું હોત તો? ખાસ કરીને આ ફિલ્મની સ્ટોરીમાં દર્શાવવામાં આવેલા રૂતુ (કિંજલ રાજપ્રિયા) અને કબીરનું કે (આર્જવ ત્રિવેદી) જેઓ રીલેશનશિપમાં હોય છે.

રૂતુ એક ઉત્સાહી અને ફરજનિષ્ઠ પત્રકાર છે એ માને છે કે તેનું આ પ્રોફેશન તેની આસપાસની દુનિયાને સારા વિચાર હેતુ બદલવા માટે છે. જેથી તે પોતાની જવાબદારીને બહું સારી રીતે સમજે છે. જ્યારે ગેરરીતી, ભ્રષ્ટાચાર, લૂંટ અને કૌભાંડો સામે અવાજ ઉઠાવવાની વાત આવે છે ત્યારે તેને કોઈ સીમા નથી હોતી.

જ્યારથી તેનાથી અલગ આ ફિલ્મમાં કબીરનો રોલ નિભાવી રહેલા આર્જવ ત્રિવેદી શહેરના સૌથી પ્રભાવશાળી વકીલોમાંના એક છે, જેઓ વિચારે છે કે તેમનું કાર્ય તેમની કુશળતા, ક્ષમતાઓ અને કોન્ટેક્ટના સહારે લોકોના નિર્ણાયક બન્યા વિના તેમને ક્લાયન્ટ બનાવવાનું વધુ વિચારે છે.

આ ફિલ્મની અંદર રીસર્ચ બેઝ જર્નાલિઝમ શું હોય છે તેનો ખ્યાલ લોકોને એકદમ નજીકથી પ્રથમ વખત કોઈ ગુજરાતી ફિલ્મમાં જાણવાનો મોકો મળશે. આ ઉપરાંત કોર્ટરૂમ ડ્રામામાં એક પછી એક રાજ ખોલતી દલીલ બાજી પણ જોવા મળશે. તેની સાથે સાથે રોમાંચ, સસ્પેન્સ અને પ્રેમના નવા રંગોના ફાગ ખિલતા પણ જોવા મળશે.

ફિલ્મની વાર્તા અને પ્લોટના આધારે શીર્ષક આપવામાં આવ્યું છે. જે રીતે બાજીમાં રમતનું પાનું જે રીતે છેલ્લે ખૂલતાની સાથે જ જીત નક્કી થાય છે એજ રીતે આ ફિલ્મમાં પણ ફિલ્મ જોનાર દર્શકોને પણ સસ્પેન્સ અને રોમાંચથી 53મું પાનું ફિલ્મ છેલ્લી ક્ષણ સુધી જકડી રાખશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.