ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ૧૦% OBC અનામત બરકરાર રાખવા માણાવદર તાલુકા ઓબીસી પ્રમુખે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું

(પ્રતિનિધિ) માણાવદર, માણાવદર તાલુકા ઓબીસી સેલના તાલુકા પ્રમુખ વિરમભાઈ ભીમશીભાઈ ખોડભાયાએ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ઓબીસી માટેની ૧૦% અનામતને દૂર કરવાની સરકારી ર્નિણયની પુન વિચારણા કરી ૧૦% ઓબીસી અનામત યથાવત – બરકરાર રાખવા માણાવદર મામલતદારને એક આવેદનપત્ર પાઠવ્યું હતું
તેમાં જણાવ્યું છે કે તાજેતરમાં ચૂંટણી આયોગે ૩૨૫૨ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ગ્રામ પંચાયતોમાં ૧૦% ઓબીસી અનામત ધ્યાને લીધા વગર ચૂંટણી કરવાનો આદેશ કરેલ છે જે ઓબીસી વર્ગ માટે આઘાતજનક છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગને ઓબીસી પ્રતિનિધિત્વ મળે તે માટે ભૂતકાળની સરકારોએ ૧૦% અનામતની જાેગવાઈ કરેલ હતી અને ૧૯ જાન્યુઆરી ૨૦૨૨ માં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ઓબીસી રિઝર્વેશનનું પ્રમાણ,
બેઠકોનો પ્રકાર અને રોટેસન આ સંદર્ભથી નવેસરના મિશન રચી વસ્તીના આધારે માપદંડ નિયત કરવા આદેશ કરેલ હતો પરંતુ ગુજરાત સરકારે આ અંગે કોઈ જ કાર્યવાહી કરી નહીં અને હવે રાજ્ય ચૂંટણી આયોગે ૧૦% રહેલી ઓબીસી અનામત અને મહિલા અનામત સહિત તમામ બેઠકોને સામાન્ય બેઠકો તરીકે વર્ગીકૃત કરીને ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરવા આદેશ કરેલ છે જે ઓબીસી વર્ગને અન્યાય કરતા છે
ખોડભાયાએ ભાજપને જમણેરી વિચારધારાની પાર્ટી ગણાવી છે અને પછાત વર્ગનું પ્રતિનિધિત્વ દૂર થાય તેવા પ્રયાસો કરતો પક્ષ બતાવ્યો છે અને સરકારનું આ પગલું લોકશાહી માટે આઘાતજનક ગણાવ્યું છે. અંતમાં જણાવેલ છે કે સરકાર તરફથી આ ર્નિણય અંગે પુન વિચારણા કરી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં
સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગોને પ્રતિનિધિત્વ મળે તે માટે ભૂતકાળની સરકારોએ કરેલી ૧૦% ઓબીસી અનામત જાેગવાઈઓ યથાવત રાખી જરૂરી કાર્યવાહી કરવા ચૂંટણી પંચે વિધ્યાત્મક વલણ અપનાવવું અવશ્યક છે. આજરોજ માણાવદર મામલતદાર ને આવેદનપત્ર આપતી વેળાએ માણાવદર તાલુકા ઓબીસી ઉપપ્રમુખ શૈલેષભાઈ વાઢેર,
દિનેશભાઈ પટેલ, માણાવદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ જીગ્નેશભાઈ છૈયા, જુનાગઢ જિલ્લા પંચાયતના સદસ્ય અરવિંદભાઈ લાડાણી, પ્રદેશ કોંગ્રેસ અગ્રણી હરિભાઈ કણસાગરા, કોંગ્રેસ અગ્રણી મયુર મેતા, બાટવા શહેર કોંગ્રેસ પ્રમુખ અરવિંદભાઈ રાઠોડ, માણાવદર તાલુકા પંચાયતના સદસ્ય ધર્મેશ બોરખતરીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.