નવસારી કાલિયાવાડી ખાતેના આશ્રય સ્થળ પર અસરગ્રસ્તોને મળ્યા મુખ્યમંત્રી

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે તીવ્ર વરસાદ પ્રભાવિત નવસારીની મુલાકાત લઈ મોચી સમાજની વાડી, કાલિયાવાડી ખાતેના આશ્રય સ્થળ ખાતે રાખવામાં આવેલ અસરગ્રસ્તોને મળી ભોજન, આરોગ્ય સેવાઓની જાણકારી મેળવી હતી તથા સરકાર આ વિપદામાં તેમની પડખે છે તેવો સધિયારો આપ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ નવસારી જિલ્લાની મુલાકાત દરમ્યાન જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને તંત્રને એલર્ટ મોડ પર રહી કંટ્રોલ રૂમ, બચાવ-રાહત, જરૂરી સુવિધાઓ, આશ્રય સ્થળ, ફૂડ પેકેટની વ્યવસ્થા સહિતની તૈયારીઓની સમીક્ષા કરીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.