Western Times News

Gujarati News

ગુજરાતમાં સિઝનનો ૪૩ ટકા વરસાદ નોંધાયો

ગાંધીનગર, આગામી ૩ દિવસમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્રમાં ૩ દિવસ માટે ભારે વરસાદ થઈ શકે છે. આજે અને કાલે અતિભારે વરસાદની આગાહી છે. હવે ૧૫ જુલાઈ બાદ વરસાદનું જાેર ઘટશે. તો અમદાવાદમાં પણ આજે અને કાલે મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. આ વચ્ચે ગુજરાતીઓ માટે હરખના સમાચાર એ છે કે, ગુજરાતમાં ૮ વર્ષમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે.

લેટેસ્ટ અપડેટ અનુસાર, અત્યાર સુધીમાં ગુજરાતમાં સીઝનનો ૪૩ ટકા વરસાદ નોંધાયો છે. માત્ર ૧૦ દિવસમાં જ ગુજરાતમાં ૩૩ ટકા વરસાદ ખાબક્યો છે. જે ૮ વર્ષનો સીઝનનો અત્યાર સુધીનો સૌથી વધુ વરસાદ છે. રાજ્યમાં ૧૨ દિવસમાં જ સરેરાશ ૧૨ ઈંચ વરસાદ નોંધાયો છે.

સરખામણી કરીએ તો, ગત વર્ષ કરતા અત્યાર સુધીમાં ૨૫ ટકા વધારે વરસાદ નોંધાયો છે. કચ્છમાં ગત વર્ષ કરતા ૫૮ ટકા વધુ વરસાદ નોંધાયો છે. અત્યાર સુધીમાં ૧૫ તાલુકામાં ૪૦ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. તો ગુજરાતના ડેમ અને જળાશયો પણ છલકાયા છે.

ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમમાં ૪૮ ટકા પાણીનો જથ્થો નોંધાયો છે. રાજ્યમાં જળાશયોની વિગતો આપતાં તેમણે કહ્યું હતું કે સરદાર સરોવર જળાશયમાં ૧૫૯૪૦૪ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના ૪૭.૭૧% છે જેમાં પાણીની આવક થતા ગત સપ્તાહ કરતાં ૭% જેટલો વઘારો થયો છે.

રાજયનાં ૨૦૬ જળાશયોમાં ૨૫૧૨૦૯ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે જે કુલ સંગ્રહ શકિતના ૩૩.૬૧% છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ – ૧૮ જળાશય, એલર્ટ ૫ર કુલ-૦૮ જળાશય તેમજ વોર્નીગ ૫ર કુલ -૧૧ જળાશય છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.