દેશમાં કોરોનાના ૧૬,૯૦૬ નવા કેસ નોંધાયા
નવીદિલ્હી, દેશમાં કોરોનાના કેસમાં એક દિવસના ઘટાડા બાદ ફરી વધારો થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૬,૯૦૬ નવા કેસ નોંધાયા અને ૪૫ સંક્રમિતોના મોત થયા હતા. જ્યારે ૧૫,૪૪૭ સંક્રમિતો સાજા થયા હતા. એક્ટિવ કેસ ૧.૩૦ લાખને પાર થયા છે.
દૈનિક પોઝિટિવિટી રેટ ૩. ૨૩ ટકા છે. દેશમાં એક્ટિવ કેસ ૧,૩૨,૪૫૭ પર પહોચ્યા છે. જ્યારે કુલ મૃત્યુઆંક ૫,૨૫,૫૧૯ થયો છે. અત્યાર સુધીમાં ૪, ૩૦,૧૧, ૮૭૪ લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં રસીકરણનો આંક ૧૯૯,૧૨, ૭૯,૦૧૦ થયો છે, જેમાંથી ગઈકાલે ૧૧,૧૫,૦૬૮ ડોઝ આપવામાં આવ્યા હતા.
જુલાઈ મહિનામાં કઈ તારીખે કેટલા કેસ નોંધાયા તે જાેઇએ તો ૧૨ જુલાઈએ ૧૩,૬૧૫ નવા કેસ અને ૨૦ સંક્રમિતોના મોત થયા હતા., ૧૧ જુલાઈએ ૧૬,૬૭૮ નવા કેસ અને ૨૬ સંક્રમિતોના મોત થયા.,૧૦ જુલાઈએ ૧૮.૨૫૭ નવા કેસ નોંધાયા અને ૪૨ સંક્રમિતોના મોત થયા હતા.,
૯ જુલાઈએ ૧૮,૮૪૦ લોકો સંક્રમિત થયા અને ૪૩ લોકોના નિધન થયા., ૮ જુલાઈએ ૧૮, ૮૧૫ નવા કેસ નોંધાયા અને ૩૮ સંક્રમિતોના મોત થયા હતા.જયારે ૭ જુલાઈએ ૧૮,૯૩૦ નવા કેસ અને ૩૫ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો.,
૬ જુલાઈએ ૧૬, ૧૫૯ નવા કેસ અને ૨૪ સંક્રમિતોના મોત થયા હતા.,૫ જુલાઈએ ૧૩,૦૮૬ નવા કેસ અને ૧૯ સંક્રમિતોના મોત થયા હતા,૪ જુલાઈએ ૧૬,૧૩૫ નવા કેસ નોંધાયા અને ૨૪ સંક્રમિતોના મોત થયા હતા.,૩ જુલાઈએ ૧૬,૧૦૩ નવા કેસ નોંધાયા અને ૩૧ સંક્રમિતોના મોત થયા હતા. ૨ જુલાઈએ ૧૭૦૯ ૨નવા કેસ નોંધાયા અને ૧૯ સંક્રમિતોના મોત.૧ જુલાઈએ ૧૭ હજારથી વધુ કેસ નોંધાયા.HS1MS