Western Times News

Gujarati News

અંકલેશ્વરઃ રોડ પરથી પસાર થતું ટ્રેકટર અચાનક પાણીમાં ગરકાવ

Ankleshwar: A tractor passing on the road suddenly sank in the water

ભરૂચ : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં બે દિવસ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી,  નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે નદીઓ ગાંડીતૂર બની છે જ્યારે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે.

નવસારીમાં ફરી એકવાર ભારે વરસાદ થતા શહેરના મોટાભાગના માર્ગો પર પાણી ફરી વળ્યા છે. વરસાદના કારણે પાલિકાએ શરૂ કરેલી બસ સેવા પણ બંધ કરવાની ફરજ પડી છે. નવસારી શહેરના નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળતા શહેરીજનો પરેશાન થઇ રહ્યા છે.

અંકલેશ્વરના પીલુદ્રા ગામે રોડ પરથી પસાર થતું ટ્રેકટર અચાનક જ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. સમગ્ર ઘટનાનો લાઈવ વિડીયો સોશિયલ મિડિયા પર સામે આવ્યો છે. આ  ઘટનામાં 1 વ્યક્તિનું નીપજ્યું છે અને  4 લોકોનો બચાવ થયો છે. તેવું જાણવા મળી રહ્યુ છે. 

ડાંગ – જિલ્લાનાં વઘઈ વાંસદા રોડ કરાયો બંધ વાંસદામાં ભારે વરસાદને કારણે રોડ પર પાણી ફળી વળતા નેશનલ હાઇવે વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે. જેને કારણે ગુજરાત અને મહારાષ્ટ્રને જોડતો માર્ગ બંધ થયો છે.  ડાંગ જિલ્લામાંથી મહારાષ્ટ્ર જવા વઘઈ વાંસદા રોડ ભારે વરસાદને કારણે બંધ કરવામાં આવ્યો છે.

નવસારી જિલ્લામાં પણ બુધવારથી જ વરસાદ પડી રહ્યો છે. જેના કારણે અંબિકા, પૂર્ણા, કાવેરી ત્રણેય નદીઓમાં પૂરની સ્થિતિ ઉભી થઈ છે.  ચીખલી નજીક આવેલા વિસ્તારોમાં કાવેરી નદીના પાણી ફરી વળતાં મુંબઈ અમદાવાદ નેશનલ 48 બંધ કરવામાં આવ્યો છે. જેેને કારણે હાઈવે પર ટ્રાફિક જામ થયો છે.

ગુજરાત અને મુંબઈને જોડતો આ હાઈવે 24 કલાક વાહનોથી ધમધમતો રહે છે. જેને બંધ કરાતાં લોકોને હાલાકી ઉભી થઈ છે. ભારે વરસાદને કારણે 40,000 લોકો અસરગ્રસ્ત થયા છે.  NDRF ની ટીમે જિલ્લામાં કુલ 21 લોકોનું રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.