હાઉસફુલ-૪એ પાંચ દિવસમાં ૧૦૦ કરોડથી વધારે કમાણી કરી
મુંબઇ, ‘હાસફુલ ૪’એ બોકસ-ઓફિસ પર પાંચ દિવસમાં ૧૦૦ કરોડ કરતાં પણ વધારે કમાણી કરી છે. પચીસમી ઓકટોબરે રિલીઝ થયેલી આ ફિલ્મે પહેલા દિવસે ૧૯.૦૮ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. શનિવારે ૧૮.૮૧ કરોડ રૂપિયાનો વકરો કર્યો હતો. રવિવારે ૧પ.૩૩ કરોડ, સોમવારે ૩૪.પ૬ કરોડ રૂપિયાનું અને મંગળવારે ર૪.૦૪ કરોડનું કલેકશન મેળવ્યું હતું. આમ પાંચ દિવસમાં ફિલ્મે ૧૧૧.૮ર કરોડનો બિઝનેસ કર્યો છે. પુનર્જન્મની સ્ટોરી પર આધારિત આ ફિલ્મમાં અક્ષયકુમાર, રિતેશ દેશમુખ, બોબી દેઓલ, ક્રિતી સેનન, પૂજા હેગડે, ક્રિતી ખરબંદા અને ચંકી પાન્ડે જોવા મળી રહ્યાં છે.