અમદાવાદ-પુણે દુરંતો એક્સપ્રેસ ટ્રેનનું સુરત સ્ટેશન પર સ્ટોપેજ
રેલવે પ્રશાસને મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ-પુણે-અમદાવાદ દુરંતો એક્સપ્રેસ ટ્રેનને સુરત સ્ટેશન પર 6 મહિના માટે પ્રાયોગિક ધોરણે સ્ટોપેજ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છે.
તારીખ 17 જુલાઈ 2022થી ટ્રેન નંબર 12297 અમદાવાદ-પુણે દુરંતો એક્સપ્રેસ ટ્રેનનો સુરત સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 01:22/01:25 કલાકનો રહેશે.
•તારીખ 18 જુલાઈ 2022 થી ટ્રેન નંબર 12298 પુણે-અમદાવાદ દુરંતો એક્સપ્રેસ ટ્રેનનો સુરત સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 03:07/03:10 કલાકનો રહેશે.