Western Times News

Gujarati News

પેટલાદમાં હડતાળીયાઓ સામે પાલિકાની લાલ આંખ

સફાઈ કામદારો સામે સીઓ આકરા પાણીએ એસ્મા લાગુ કરવાની ચીમકી

એસ્મા એટલે શું ?

એસ્માની જાેગવાઈઓ બાબતે પાલિકાના ચીફ ઓફિસર સંજય રામાનુજે જણાવ્યું હતુ કે જ્યારે કાયમી સફાઈ કામદારો દ્વારા પ્રાથમિક સુવિધાઓની કામગીરી કોઈપણ કારણો સીવાય સ્થગિત કરી દે તેવા સંજાેગોમાં એસ્મા લાગુ કરવામાં આવે છે. આ માટે પાલિકા દ્વારા જીલ્લા કલેક્ટર સમક્ષ દરખાસ્ત કરવામા આવશે.

જેના અનુસંધાનમાં જીલ્લા કલેક્ટર તરફથી મંજૂરી મળ્યા બાદ એસ્મા લાગુ કરી કાયમી હડતાળીયા સફાઈ કામદારોને ફરજ ઉપરથી દૂર કરી અન્ય સફાઈ કામદારો દ્વારા કામગીરી શરૂ કરવામાં આવે છે.

(પ્રતિનિધિ) પેટલાદ, પેટલાદ નગરપાલિકાના કાયમી અને હંગામી કર્મચારીઓ છેલ્લા ત્રણેક દિવસથી પડતર માંગણીઓ સંદર્ભે હડતાળ ઉપર ઉતર્યા છે.

આ હડતાળ દરમિયાન કર્મચારીઓ અને પ્રમુખ – સીઓ સાથે તબક્કાવાર બેઠકો યોજાઈ હતી. પરંતુ સફાઈ કામદારોની કેટલીક માંગણીઓ સંદર્ભે સમાધાન નહી થતા હડતાળ યથાવત રહેવા પામી છે. જેને કારણે સમગ્ર શહેર ગંદકીમાં ગરકાવ થઈ ગયું છે.

જેથી પાલિકાના ચીફ ઓફિસર આકરા પાણીએ જાેવા મળ્યા હતા. તેઓએ આજરોજ હડતાળીયાઓ સામે લાલઆંખ કરી ર૪ કલાકની નોટીસ ફટકારી ફરજ ઉપર હાજર થવા ફરમાન કર્યું છે. ઉપરાંત આ કાયમી કર્મચારીઓ સામે જરૂર પડશે તો એસ્મા લાગુ કરવાની ચીમકી પણ નોટીસ દ્વારા ઉચ્ચારી છે.

પ્રાપ્ત માહિતી મુજબ પેટલાદ નગરપાલિકાના આશરે ૪પ જેટલા કાયમી સફાઈ કામદારો ત્રણેક દિવસ અગાઉ પડતર માંગણીઓ સંદર્ભે હડતાળ ઉપર ઉતર્યા હતા. તેઓની માંગણીઓ પૈકી સાતમાં પગારપંચનો લાભ, સફાઈ તથા સેફ્ટીના સાધનો, યુનિફોર્મ, રવિવારની આખી રજા વગેરે હતી.

ત્યારબાદ બે દિવસ પછી પાલિકાના આશરે ૬૦ જેટલા ફિક્સ પગારદાર સફાઈ કર્મચારીઓ પણ હડતાળમાં જાેડાયા હતા. તેઓની મુખ્યત્વે માંગણી પગાર વધારાની હતી. આ હંગામી સફાઈ કામદારોને રૂા.૯૦૦૦ થી રૂા.૧૦પ૦૦ જેટલો પગાર મળી રહ્યો છે.

જેના બદલે તેઓની માંગણી રૂા.૧૬ર૦૦ની હતી. ઉપરાંત આ હંગામી કર્મચારીઓ પગાર સ્લિપ પણ માંગી રહ્યા છે. આ તમામ પડતર માંગણીઓ માટે કાયમી અને હંગામી સફાઈ કામદારો હડતાળ ઉપર છે. બીજી તરફ હાલ વરસાદી માહોલને કારણે શહેરમાં ઠેરઠેર પાણી ભરાઈ જવા સાથે ગંદકીના ઢગ ખડકાઈ ગયા છે. જેથી સફાઈ કામની સ્થિતી વણસી રહી છે.

જેને કારણે ગતરોજ કાયમી અને હંગામી સફાઈ કામદારો સાથે સત્તાધીશો સહિત ચીફ ઓફિસર સંજય રામાનુજની તબક્કાવાર બેઠકો યોજાઈ હતી. જેમા ફિક્સ પગારદાર સફાઈકામદારો પ્રત્યે સહાનુભૂતી રાખી પગાર વધારો કરવા આગામી સામાન્ય સભામાં રજૂઆત કરી યોગ્ય કરવા ચીફ ઓફિસરે બાહેધરી આપી હતી.

ઉપરાંત જે કોઈ હંગામી સફાઈ કામદારને પગાર સ્લિપ જાેઈએ તેઓને માંગણી મુજબ ચોક્કસ હેતુસર પગાર સ્લિપ આપવા પણ ચીફ ઓફિસરે તૈયારી બતાવી હતી. આ સાથે કાયમી સફાઈ કામદારોની કુલ માંગણીઓ પૈકી યૂનિફોર્મ, સાધનો વગેરે જેવી માંગણીઓ સ્વિકારવામાં આવી હતી.

તેઓની માંગણીઓ પૈકી ફક્ત સાતમાં પગારપંચનો લાભ આપવા સંદર્ભે તે કામ સરકાર હસ્તક હોવાનું જણાવ્યું હતુ. સરવાળે આમ જાેવા જઈએ તો કાયમી અને હંગામી સફાઈ કામદારોની સ્વિકારી શકાય તેવી લગભગ તમામ માંગણીઓ મંજૂર કરી હોવા છતા હડતાળ ચાલુ રાખવામા આવી છે.

જેને કારણે આજરોજ સવારથી પાલિકાના ચીફ ઓફિસર સંજય રામાનુજે હડતાળીયાઓ સામે લાલઆંખ કરી કાયમી તમામ સફાઈ કામદારોને અલ્ટીમેટમ નોટીસ ફટકારતા ચકચાર મચી જવા પામી છે. જેમા સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ કાયમી સફાઈ કામદારોએ ર૪ કલાકમાં ફરજ ઉપર હાજર થઈ જવુ.

જાે તેમ કરવામાં નહી આવે તો કામ નહી તો પગાર નહી મુજબ કાયમી સફાઈ કામદારો વિરૂદ્ધ ગુજરાત નગરપાલિકા અધિનિયમ, ઉપનિયમ અને જાેગવાઈઓ મુજબ પાલિકા દ્વારા કાયદેસર કાર્યવાહી કરશે. ઉપરાંત જીલ્લા કલેક્ટર સમક્ષ એસ્મા દાખલ કરવા દરખાસ્ત પણ કરવામાં આવશે.

જાે જરૂર પડશે તો બહારથી સફાઈ કામદારો દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી કરવા સીઓ એ જણાવ્યું હતું. જાે આ કામગીરી દરમિયાન કોઈ હડતાળીયા દ્વારા કામગીરી રોકવામાં આવશે તો તેઓ વિરૂદ્ધ પણ કાયદેસર કાર્યવાહી કરવા ચીફ ઓફિસરે જણાવ્યું હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.