ભારતમાં સૌથી વધુ ઝડપથી વૃદ્ધિ કરતું બ્લોકચેઇન 5ireએ સીરિઝ એ ફંડિંગમાં 100 મિલિયન ડોલર ઊભા કર્યા
5ireએ ભારતમાં સૌથી વધુ ઝડપથી વૃદ્ધિ કરતું બ્લોકચેઇન યુનિકોર્ન અને દુનિયામાં એકમાત્ર સસ્ટેઇનેબ્લ બ્લોકચેઇન યુનિકોર્ન બનવા બ્રિટનના SRAM & MRAM જૂથ પાસેથી ફંડ મેળવ્યું ભારતીય મૂળના સ્થાપકો પ્રતિક ગૌરી અને પ્રતીક દ્વિવેદીનો વિચાર
ફિફ્થ જનરેશન લેવલ 1 બ્લોકચેઇન નેટવર્ક અને વિશ્વની પ્રથમ અને એકમાત્ર સસ્ટેઇનેબ્લ બ્લોકચેઇન 5ireએ આજે જાહેરાત કરી હતી કે, કંપનીએ યુકેના જૂથ SRAM & MRAM પાસેથી સીરિઝ એ ફંડિંગમાં 100 મિલિયન ડોલરનું ફંડ ઊભું કર્યું છે.
આ રોકાણ 5ireને ભારતમાં સૌથી વધુ ઝડપથી વૃદ્ધિ કરતી બ્લોકચેઇન યુનિકોર્ન અને દુનિયામાં એકમાત્ર સસ્ટેઇનેબ્લ બ્લોકચેઇન યુનિકોર્ન બનાવે છે, જેનું મૂલ્ય 1.5 અબજ ડોલર છે. 5ireની સ્થાપના ભારતીય મૂળના ઉદ્યોગસાહસિક પ્રતીક ગૌરી અને પ્રતીક દ્વિવેદીએ ઓગસ્ટ, 2021માં વેબ3 ફાઇનાન્શિયર વિલ્મા મેટ્ટિલા સાથે કરી હતી.
5ireએ એના સીડ રાઉન્ડમાં 110 મિલિયન ડોલરના મૂલ્યાંકન પર 21 મિલિયન ડોલરનું ફંડ મેળવ્યું હતું, જેમાં આલ્ફાબિટ, માર્શલેન્ડ કેપિટલ, લોંચપૂલ લેબ્સ, મૂનરોક કેપિટલ અને અન્ય ઘણા રોકાણકારો જેવા ખાનગી અને સંસ્થાગત એમ બંને રોકાણકારો પાસેથી ફંડ મેળવ્યું હતું.
આ ફંડનો ઉપયોગ એશિયા, ઉત્તર અમેરિકા અને યુરોપ એમ ત્રણ ખંડમાં 5ireની કામગીરી વધારવા અને વ્યવસાયિક વિસ્તરણ માટે થશે, જેમાં ભારત કામગીરીના કેન્દ્ર તરીકે અને મુખ્ય ક્ષેત્ર તરીકે જળવાઈ રહેશે.
5ire એના બ્લોકચેઇનને મજબૂત કરવામાં રોકાણ જાળવી રાખશે અને દુનિયામાં મોટી સંખ્યામાં ગ્રાહકોને આ વિકેન્દ્રિકૃત ટેકનોલોજીનો લાભ સુનિશ્ચિત કરવા કામ કરશે. ઉપરાંત 5ireનો ઉદ્દેશ પ્રોડક્ટ, એન્જિનીયરિંગ, માર્કેટિંગ વગેરે જેવા તમામ કાર્યોમાં ઉદ્યોગમાં શ્રેષ્ઠ પ્રતિભાઓની ભરતી કરવાનો છે.
આ પ્રસંગે SRAM & MRAM ગ્રૂપના ચેરમેન ડો. શૈલેષ લચુ હિરાનંદાનીએ કહ્યું હતું કે, “અમને પર્યાવરણને અનુકૂળ ટેકનોલોજીઓમાં રોકાણ સાથે અગ્રેસર થવામાં વિશ્વાસ છે. એક વૈજ્ઞાનિક તરીકે હું હંમેશા કામગીરી કરવાની સારી રીતો શોધવામાં હંમેશા માનું છું અને 5ire 17 યુએન સસ્ટેઇનેબ્લ ડેવલપમેન્ટ ગોલ્સ માટે સમાધાનો શોધવા માટે કટિબદ્ધ છે. અમને 5ireની લીડરશિપ ટીમની ક્ષમતામાં વિશ્વાસ છે અને તેમને શુભેચ્છા પાઠવીએ છીએ.”
5ireના સીઇઓ અને સ્થાપક પ્રતિક ગૌરીએ કહ્યું હતું કે, “અમે બ્લોકચેઇનમાં સસ્ટેઇનેબિલિટીને વણી લેવાના અભિયાન પર છીએ અને ‘નફા-માટે’માંથી ‘લાભ-માટે’ તરફ અમારી કામગીરીમાં પરિવર્તન લાવી રહ્યાં છીએ. 5ireની ટીમ એક પ્લેટફોર્મ વિકસાવવા સતત કામ કરે છે, જેમાં માનવજાતના લાભ માટે ટેકનોલોજી અને પ્રક્રિયાઓ એમ બંનેનો સમન્વય થયો છે.
વિશ્વનું પ્રથમ અને ફક્ત 11 મહિનાઓમાં ભારતમાં એકમાત્ર સસ્ટેઇનેબ્લ યુનિકોર્ન બનવું એ પુરાવો છે કે, અમે યોગ્ય માર્ગે અગ્રેસર છીએ. અમને SRAM & MRAM ગ્રૂપે 5ireમાં મૂકેલા વિશ્વાસથી ગર્વ છે અને 4થી ઔદ્યોગિક ક્રાંતિથી 5મી ઔદ્યોગિક ક્રાંતિ તરફ દુનિયાના પરિવર્તનને પ્રોત્સાહન આપવા ઇચ્છતાં પાર્ટનર મેળવીને ખુશ છીએ.”
5ire એક બ્લોકચેઇન ઇકોસિસ્ટમ છે, જે 5મી ઔદ્યોગિક ક્રાંતિ (5આઇઆર) માટે સસ્ટેઇનેબિલિટી, ટેકનોલોજી અને ઇનોવેશનનો સમન્વય કરે છે. 5ire ઇકોસિસ્ટમનું મિશન બ્લોકચેઇનના હાર્દમાં લાભ માટે કામગીરીને સામેલ કરવાનો છે, જે માટે સંયુક્ત રાષ્ટ્રના સતત વિકાસ લક્ષ્યાંકો (એસડીજી) સાથે સુસંગત અતિ પ્રોત્સાહનજનક પદ્ધતિઓનો ઉપયોગ કરે છે.
પરિણામે 4આઇઆરમાંથી 5આઇઆર તરફ પરિવર્તનની સુવિધા મળશે. 5ire ડિસેન્ટ્રલાઇઝ ઓટોનોમસ ઓર્ગેનાઇઝેશન્સ (ડીએઓ) અને કાર્યકારી જૂથોને સંયુક્ત રાષ્ટ્રના 17 એસડીજી લક્ષ્યાંકોના અમલને વેગ આપવામાં મદદરૂપ થવા સક્ષમ બનાવે છે.
આ ખુલ્લાપણું, ઉદ્દેશની એકતા અને સર્વસમાવેશકતાની ખાતરી આપે છે. એટલે જ્યારે સસ્ટેઇનેબિલિટી તરફ વ્યવસાયો અને જોડાણની નૈતિકતાને આકાર મળે છે, ત્યારે ક્રોચ-ચેઇન વાતાવરણ તેમજ અદ્યતન વહીવટ અને સહભાગો માટે લાભદાયક વ્યવસ્થા પ્રદાન થાય છે.