મહામારીમાં ભારતે ૨૩.૫૦ કરોડથી વધુ કોવિડ રસી વિશ્વને આપી
નવીદિલ્હી, કોરોના રોગચાળા દરમિયાન, ભારત વિશ્વભરના દેશો માટે એક મહાન સહાયક તરીકે ઉભરી આવ્યું છે. ભારતે ૯૮ દેશોને ૨૩.૫૦ કરોડથી વધુ કોરોના રસી પૂરી પાડી છે. આ પગલું રસી મૈત્રી પહેલ હેઠળ લેવામાં આવ્યું હતું. નીતિ આયોગના ઉપાધ્યક્ષ ડૉ. સુમન કે. બેરીએ ન્યૂયોર્કમાં યુએન હાઈ લેવલ ડિપ્લોમેટિક ફોરમ ને સંબોધિત કરતી વખતે આ વાત કહી.
ભારતના વૈજ્ઞાનિક સંશોધન અને રસી ઉત્પાદન પદ્ધતિની પ્રશંસા કરતા, બેરીએ કહ્યું કે ભારતે કોરોના રોગચાળાની અસરને ઘટાડવા માટે ઘણી પહેલ કરી છે અને જીવન અને આજીવિકાના રક્ષણ માટે ઘણા પગલાં લીધા છે. બેરીએ કહ્યું કે ભારતમાં રસી ઉત્પાદન પ્રણાલીના આધારે સૌથી મોટું મફત કોરોના રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે.
દેશના તમામ ભાગોમાં ૧.૯૮ અબજથી વધુ ડોઝ પહોંચાડવામાં આવ્યા છે. નીતિ આયોગના અધ્યક્ષે કહ્યું કે વેક્સીન ‘મૈત્રી’ પહેલ હેઠળ ભારતે વિશ્વના ૯૮ દેશોને ૨૩.૫૦ કરોડથી વધુ રસીઓ સપ્લાય કરી છે.
મિનિસ્ટ્રીયલ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં બેરીએ કહ્યું કે દેશમાં કોરોના રોગચાળા બાદ આર્થિક વિકાસ દરમાં રિકવરી માટે સરકારે મૂડી ખર્ચ અને વિશ્વસ્તરીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
પર્યાવરણનો ઉલ્લેખ કરતા બેરીએ કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદીએ ભારતના લક્ષ્યોને સ્પષ્ટ કર્યા છે. અમે આ માટે પ્રતિબદ્ધ છીએ. ટકાઉ વિકાસ લક્ષ્યો માટે આ મહત્વપૂર્ણ છે. અમે વિકાસ અને પર્યાવરણ સંરક્ષણને સાથે લઈએ છીએ.HS1MS