Western Times News

Gujarati News

ડાંગનો મીની નાયગ્રા ધોધ તરીકે ઓળખાતો ગીરા ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો

Dang Ambika river Gira fall

ડાંગ જિલ્લામા અંબિકા નદીનો ગીરા ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો

(ડાંગ માહિતી બ્યુરો): આહવા: ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે વઘઇ નજીક આવેલ ગીરાધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. ભારે વરસાદના કારણે ડાંગ જિલ્લામા ક્યાંક તારાજી તો ક્યાંય નદીઓ ગાંડીતુર બનીને વહી રહી છે, તો સાથે જ અંબિકા નદીનો ગીરા ધોધ પણ પોતાના રોદ્ર અંદાજમા 30 ફૂટ ઊંચેથી ખાબકી રહ્યો છે.

આશરે 300 ફૂટ પહોળાઈ ધરાવતો આ ગીરા ધોધ મીની નાયગ્રા ધોધ તરીકે પણ ઓળખાય છે. અહીં મોટી સંખ્યામા ગુજરાત અને મહારાષ્ટ્રના પ્રકૃતિપ્રેમીઓ ઉમટી પડતા હોય છે. અંબિકા નદીમા પાણીની આવક વધવાના કારણે ગીરાધોધના અદભુત દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

અંબિકા નદીના તેજ વહેણ જે ઊંચેથી પડતા ધોધના દ્રશ્યો ભવ્ય લાગી રહ્યા છે. ગીરા ધોધ પાસ મોટી સંખ્યામા પ્રવાસીઓ ઉમટી પડતા હોય છે ત્યારે અહીં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ફોરેસ્ટ અને હોમગાર્ડના જવાનોને તૈનાત કરવામા આવ્યા છે. સાથે જ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જોખમી સેલ્ફી ઉપર પ્રતિબંધ લગાવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.