અમદાવાદમાં ટુરીઝમ ફેરનું 16 અને 17 જુલાઈ દરમ્યાન આયોજન
- વિવિધ રાજ્યોના ટુરીઝમ વિભાગ અને ટ્રાવેલ એન્ડ ટુરીઝમ એસોસીયેશનના હોદ્દેદારો રહેશે હાજર
- ટુરીઝમ ફેર અમદાવાદમાં ગુજરાત યુનિવર્સીટી કન્વેનશન હોલ ખાતે 16 અને 17 જુલાઈ દરમ્યાન યોજાશે.
અમદાવાદ, આજે ટુરીઝમ ફેરના બે દિવસ માટે ઉદ્ધાટન કરવામાં આવ્યું. આ ફેર ગુજરાત યુનિવર્સીટી કન્વેન્શન એન્ડ એક્ઝીબીશન સેન્ટર ખાતે 16 અને 17 જુલાઈ, 2022 દરમ્યાન આયોજીત કરવામાં આવશે.
કોરોના મહામારી બાદ પહેલીવાર વિવિધ રાજ્યોના ટુરીઝમ વિભાગ અને ટ્રાવેલ એન્ડ ટુરીઝમ એસોસીયેશનના હોદ્દેદારો પણ આ વર્ષે ટુરીઝમ ફેરમાં ભાગ લેશે અને તેના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપશે. આ ટુરીઝમ ફેરમાં આશરે 45થી વધુ સ્ટોલ ડિસ્પ્લે પર રાખવામાં આવ્યા છે
અને આ વર્ષે ટુરીઝમ ફેરમાં ગત વર્ષ કરતાં 20 ટકા જેટલા મુલાકાતીઓમાં વધારો જોવા મળશે. લગભગ છેલ્લા બે વર્ષ પછી ટુરીઝમ સેક્ટર બેઠુ થવાના પ્રયાસો કરી રહ્યું છે અને જો દેશના અર્થતંત્રને ફરીથી મજબુત બનાવવા હોય તો ટુરીઝમ સેક્ટરને ધબકતુ રાખવું મહત્વનું છે, અને આનંદની વાત એ છે કે આપણે બધા અને ટુરીઝમ સેક્ટર કોવિડ પછી પાછા આવી ગયા છે.
ટુરીઝમ ફેરના આયોજક શ્રી સુબ્રાતા ભૌમિક – ડિરેક્ટર આ પ્રસંગે વાત કરતાં જણાવે છે કે, બે વર્ષની ટુરીઝમ સેક્ટરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ વર્ષે દિવાળીના સમયમાં લોકોને ટુર્સ અને ટ્રાવેલને શિસ્તબદ્ધ આયોજન કરવામાં મદદ કરવાના હેતુથી ટુરીઝમ ફેરનું આયોજન કરેલ છે.
અમને આશા છે કે આ વર્ષે ગત વર્ષ કરતાં વધુ લોકો મુલાકાત લેશે અને અમારી પાસે આશરે 45 થી વધુ સ્ટોલ છે જેમાં અલગ અલગ રાજ્યો અને ગુજરાતના ટ્રાવેલ એજન્ટ ભાગ લઈ રહ્યાં છે. અમને સંપુર્ણ વિશ્વાસ છે કે આ વર્ષેનું અમારુ આયોજન ટ્રાવેલ એજન્ટ, ગ્રાહકો અને દરેક રાજ્યના ટુરીઝમ સેક્ટર માટે લાભદાયી રહેશે.
ઉદ્ધાટન સમારોહમાં શ્રી રણધીરસીંઘ વાઘેલા – ચેરમેન – આઈએટીઓ, શ્રી અશોક ધુત – ચેરમેન – એડીટીઓઆઈ, ગુજરાત ચેપ્ટર, શ્રી સંકેત શાહ – પ્રેસીડેન્ટ – જીટીએએ, અમદાવાદ, શ્રી અનુજ પાઠક – પ્રેસીડેન્ટ ટીએજી, અમદાવાદ અને ગુજરાત, બિહાર અને ઝારખંડના પ્રવાસન વિભાગના અધિકારીઓ હાજર રહ્યાં હતાં.