વડાપ્રધાન મોદીના આત્મ નિર્ભરના પ્રયાસોમાં સાથ આપનાર ઉદ્યોગપતિઓ જ ભારે સંકટમાં
ગુજરાત સરકારના પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટના વારંવાર બદલાતા નિયમોના પગલે-હાલોલ જી.આઇ.ડી.સી ના ૭૦૦ યુનિટો બંધ થવાના ભણકારાઃ હજારો ગરીબ કામદારો રોજગારી ગુમાવશે
(પ્રતિનિધિ)ગોધરા, ગુજરાતમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક અંગે વારંવાર બદલાતા નિયમોના પગલે હાલોલ જી.આઇ.ડી.સી ખાતે આવેલ અંદાઝે ૭૦૦ જેટલા યુનિટો બંધ થાય એવા એધાણોના પગલે હાહાકાર પ્રસરી જવા પામ્યો છે.
એટલા માટે કે મહિલાઓ સમેત અંદાજે ૭૫ હજાર ઉપરાંત કામદારોને રોજગારીઓ આપનારા સ્મોલ સ્કેલ યુનિટો બંધ થઈ જાય તો હજારો લોકો રોજગારીઓ વગરના બેકાર થઈ જશે નો ભય ગરીબ કામદારોના ઘરો અને પરિવારો માં તો પ્રસરી જવા પામ્યો છે.
સાથોસાથ આ પ્લાસ્ટિક યુનિટોના માલિકો પણ આર્થિક દેવાઓમાં ડૂબી જશે ના ભયનું મહાભારત શરૂ થઈ ચૂક્યું છે.!! એમાં આ યુનિટો બંધ થવાથી સરકારને પણ કરોડો રૂપિયાની આવક ગુમાવી પડશે આ પણ એક ગંભીર હકીકત છે.
ગુજરાત સરકાર દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રુલ્સ-૨૦૧૬ ના કેરીબેગ્સ માં માઈક્રોનમા વારંવાર થતાં વધારામાં (૨૦ માઈક્રોન થી ૧૨૦ માઈક્રોન)
ના પગલે હાલોલ જી.આઇ.ડી.સી મા દેશના સૌથી મોટા સ્મોલ સ્કેલ પ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગ ના અંદાજે ૭૦૦ જેટલા યુનિટો ઉપર મહાસંકટ ઘેરાયું છે. જાે આ યુનિટો બંધ થાય તો રાષ્ટ્રીય સંપતિને અંદાજે ૭૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થાય એમ છે. સાથોસાથ આ યુનીટોમાં કામ કરતા કારીગરો તેમજ પેકિંગ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા અંદાજે ૭૫ હજાર ઉપરાંત કર્મચારીઓ કે જેમાં ૫૦% મહિલાઓ સામેલ છે
આ તમામ રોજગારીઓ ગુમાવે એવી ભયભીત પરિસ્થિતિઓ શરૂ થવા પામી છે. હાલોલ ખાતે આવેલ આ સ્મોલ સ્કેલ પ્લાસ્ટિક મેન્યુફેક્ચરરિંગ ૭૦૦ જેટલા યુનિટોમાંથી સરકારને અંદાજે ૨૫ કરોડ રૂપિયાની આવક થાય છે અને દર મહિને લાઈટ બિલો પેટે એમ.જી.વી.સી.એલ ને અંદાઝે ૧૨ કરોડ રૂપિયાની આવક થતી હોય છે.
જાે કે સિંગલ યુઝ પ્લાસ્ટિકને લઈને વારંવાર સરકારના બદલાતા નિયમો નું પાલન કરવા માટે કંપનીઓના માલિકો મશીનરીઓમાં ફેરફાર કરવા માટે બેંકો માંથી લોનો લઈને ઔધોગિક ક્રાંતિમાં સંઘર્ષ કરી રહ્યા છે આ તમામ કરોડો રૂપિયાના દેવાઓમાં ડૂબી જાય એવો ભય સતાઈ રહ્યો છે.!!