સંતરામપુરના ચીંચાણી ગામ નજીકથી વિદેશી દારૂના જથ્થા સાથે કાર પકડાઈ

(પ્રતિનિધિ)સંતરામપુર, સંતરામપુર પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન હદમાં રાત્રી પેટોલીંગ દરમયાન તાજેતરમાં પોલીસ ઈનસપેકટ મછાર ને પો સ ઈ કલાસવા ને બાતમી મળેલ કે એક ઝાયલો ગાડી માં ફતેપુરા થી દારુ ભરીને આ ગાડી બલૈયા ચોકડીએ થી મોટી ભુગેડી થઇને ચીંચાણી ગામે થઇને પસાર થનાર છે.
જેથી પોલીસઈનસપેકટર મછાર ને પો સ ઈ કલાસવા ને પોલીસ સ્ટાફ ચીંચાણી ગામે રોડ નજીકમાં રાત્રે વોચ માં ઉભા રહેલ હતાં. બાતમી વાળી ગાડી એકસવાયએલઓ.ગાડી નં.જીજે. ૧૫ એડી. ૭૩૧૦ ની પુરઝડપે નાનીભુગેડી થી ચીંચાણી ગામ તરફ આવતી જાેતાં જ ગાડી નજીક આવતાં પોલીસે ગાડી ઉભી રાખવાં
માટે ઈશારો કરતા પોલીસ ને જાેતા ગાડી ચાલકે ગાડી ઉભી નહીં રાખી ને ગાડી ભગાવીને નાસવાની કોશિશ કરતા પોલીસે આ ગાડી નો પીછો કરતાં ગાડી ચાલકે પકડાઈ જવાની બીકે ગાડી અંધારાનો લાભ લઈને ખેતરોમાં રોડની નજીક ઉતારીને ગાડી ચાલક ને તેની સાથે ની વયકતિ અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયેલ.
પોલીસે આ ગાડી માં તપાસ કરતાં ગાડીમાં ઈંગ્લીશ દારૂ નો જથ્થો વિવિધપ્રકારનો બોટલ નંગ ૯૧૨ આશરે કિંમત રુપિયા ૯૧.૨૦૦.નો વગરપાસપરમીટે આ ગાડી માં ગેરકાયદેસર રીતે વહન કરી લઈ જવાતો હતોતે દારુ ઝડપીપાડેલ ને આ ગુના માં વપરાયેલ ઝાયલો ગાડી નં.જીજે. ૧૫.એડી. ૭૩૧૦.ની
આશરે કિંમત રુપિયા પાંચ લાખ ની મળીને કુલ મુદદામાલ રુપિયાપાંચ લાખ એકાણુહજાર બસો નો કબજે કરી ને કાયદેસરની કાયઁવાહી હાથ ધરીને આ ધટના સંદઁભમાં સથાનિક પોલીસ દવારા ગાડી નો ચાલક ને તેની સાથે ની વયકતિ ને મુકેશ શંકર પારગી રહે. ડુંગર તા.ફતેપુરા જી.દાહોદ ના વિરુધ્ધ પ્રોહીબીશન નો ગુનો દાખલ કરેલ છે ને ફરાર આરોપી ની ધરપકડ કરવાના ચકો ગતિમાન કરેલ જાેવા મળે.
ઉલ્લેખનીય છે કે આ દારુ ની હેરાફેરીમાં પકડાયેલી ઝાયલો ગાડી નં જીજે. ૧૫.એડી ૭૩૧૦ની પાછળના કાચ પર કમળ નું નિશાનને લખેલ છે. આમ આ ગાડી પકડાતાં અનેક પ્રશ્નો ઉભા થયેલ જાેવા મળે છે. ત્યારે આ દારુની હેરાફેરી માં પકડાયેલ આ ગાડી કોની માલીકીની છે તેની પણ તપાસ કરાય તો કેટલીક ચોકાવનારી હકીકતો બહાર આવે તેમ જાેવા મળે છે
.મહીસાગર જીલ્લા માં કમળ ના સીમ્બોલ વાળી અને પ્રેસીડન્ટ લખેલ આ ગાડી દારૂ નો જથ્થો લઇને જતી પકડાતાં હાલ આ મુદદો જીલ્લા માં ભારે ચચાઁમાં જાેવાય છે.