Western Times News

Gujarati News

અમદાવાદના પાંચ પીઆઈ સહિત ર૦ પોલીસકર્મીઓની બદલી

(એજન્સી)અમદાવાદ, પોલીસ કમીશ્નર સંજય શ્રીવાસ્તવે પ ઈન્સ્પેકટર અને ૧પ પોલીસકર્મીની બદલીના આદેશ કર્યા છે. પીઆઈની બદલીમાં ગેરકાયદે ધંધાઓ પર નહી લગાવેલી લગામ અને નબળી કામગીરી હોવાનું મનાઈ રહયું છે. ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં પીઆઈ વી.એમ.ા દેસાઈની કંટ્રોલ રૂમમાં બદલી કરાઈ છે.

ગોમતીપુરના પીઆઈ વી.એસ. વણઝારાની ચાંદખેડામાં બદલી કરવામાં આવી છે. વેજલપુરના પીઆઈ એચ.જી. પલ્લાચાર્યાની વિશેષશાખાઓ બદલી કરાઈ છે. જયારે એસઓઅજી ક્રાઈમમાં ફરજ બજાવતા પીઆઈ કે.બી. રાજવીની વેજલપુરા પોલીસ સ્ટેશનમાંં બદલી કરવામાં આવી છે.

ગોમતીપુર પીઆઈની બદલી ચાંદખેડામાં કરાતા તે જગ્યાએ કે ડીવીઝન ટ્રાફીકમાં ફરજ બજાવતા પીઆઈ એ.જે. પાંડવની ગોમતીપુરમાં ગોમતીપુરમાં બદલી કરવામાં આવી છે.

પ પીઆઈની કરવામાં આવેલી બદલી પાછળ ઘણા કારણો જવાબદાર છે. ચાંદખેડામાં હાલમાં જ પીસીબીએ દરોડો પાડી દારૂનું ગોડાઉન ઝડપ્યું હતું.આ પ્રકરણમાં સ્થાનીક પોલીસની બેદરકારી છતી થઈ હતી. તેથી ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ૧પ કર્મચારી જેમાં એલઆરડીથી લઈને હેડ કોન્સ્ટેબલની કે કંપનીમાં બદલી કરી દેવાઈ છે. જુહાપુરા જેવા વિસ્તારમાં ગુનેગારો પર લગામ ન લગાવી શકતા વેજલપુર પીઆઈની નબળી કામગીરીના કારણે બદલી કરવામાં આવીછે.

છેલ્લા ઘણા દિવસોથી માથાભારે તત્વો જેમાં કાલુ ગરદન નઝીર વોરા સ્થાનીક વેપારીઓને ડરાવતા ધમકાવતા હોવા છતાં તેઓને પકડી ન શકતા અને વિસ્તારમાં લોકોને સલામતી પુરી પાડવામાં નિષ્ફળ નીવડેલા પીઆઈ એચ.જી. પલ્લાચાર્યની વિશેષ શાખાઓ બદલી કરાઈ છે.

ગોમતીપુર, ચાંદખેડા અને વેજલપુર આ ૩ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જાળવી ખૂબ જરૂરી હોય છે. ગોમતીપુર પીઆઈને ચાંદખેડા મોકલી તેઓને મહત્વનો જવાબદારી સોપાઈ છે. જયારે તેઓના વિસ્તાર ગોમતીપુરમાં પણ મજબુત રીતે કામ કરી શકે તેવા અધિકારીની જરૂર હોવાથી અગાઉ કાગડાપીઠ પીઆઈ તરીકે ફરજ બજાવી ચુકેલા

અને હાલમાં ટ્રાફીકમાં ફરજ બજાવતા એ.જે.પાંડવને જવાબદારી સોપાઈ છે. શહેર એસઓજી ક્રાઈમમાં પીઆઈની સંખ્યા જરૂર કરતાં વધુહોવાથી એસઓજી પીઆઈ કે.બી. રાજવીને વેજલપુર પીઆઈ તરીકે બદલી કરાઈ છે. હજી પણ શહેરમાં ૪માઈનસ પ પીઆઈની બદલી કરવામાં આવી શકે છે.

જે જગ્યાઓ પર વારંવાર દરોડામાં દારૂની ગેરરીતિ મળી આવી છે. તેવા પોલીસ સ્ટેશનના છપીઆઈની સાથે હાલમાં જ લાખો રૂપિયાના તોડકાંડમાં જે અધિકારીનું નામ ચર્ચાઈ રહયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.