આતંક મચાવનારી અસ્થિર મગજની સિંહણને પકડી લેવાઈ

અમરેલી, જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામ પાસે રવિવારે એક સિંહણે આતંક મચાવી છ લોકો પર હુમલો કર્યો હતો. જેના કારણે આખા પંથકમાં ફફડાટ ફેલાયો હતો. વનવિભાગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતુ કે, આ સિંહણ અસ્થિર મગજની છે.
જેથી લોકોને ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી હતી. જાેકે, ભારે જહેમત બાદ આજે (સોમવારે) સવારે વનવિભાગે સિંહણને ઝડપી પાડીને સકંજામાં લઇ લીધી છે.
ગઇકાલથી જ વનવિભાગે સિંહણના રેસ્ક્યૂ માટેના પ્રયાસો હાથ ધર્યા હતા. નોંધનીય છે કે, સિંહણ સામાન્ય રીતે માણસ ઉપર હુમલો કરતી નથી. જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામ પાસે રવિવારે વહેલી સવારે સિંહણે વનવિભાગના ટ્રેકર પર હુમલો કર્યો હતો. ત્યારબાદ ગામના બે જીઇડ્ઢ જવાનો પર હુમલો કરી ઇજાગ્રસ્ત કર્યા કર્યા હતા.
SRD જવાનોના પરના હુમલા સમયે સિંહણ આક્રમક બની હતી. તેમની લાકડી વડે સામનો કરતા SRD જવાનનો જીવ બચી ગયો હતો. સવારના સમયે હુમલાની ઘટના બન્યા બાદ સાંજના સમયે પણ સિંહણે ત્રણ લોકો પર હુમલો કરી ઘાયલ કર્યા હતા.
હુમલામાં ઘાયલ લોકોને અલગ અલગ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જાફરાબાદ રેન્જના આર.એફ.ઓ.વાઘેલાએ જણાવ્યું હતું કે, અમારી ટીમ બનાવ સ્થળે છે અને સિંહણને જલ્દી પાંજરે પૂરવા માટે વિવિધ ટીમો બોલાવી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
આ સિંહણ માટે રેસ્કયુ ઓપરેશન કરવામાં આવ્યું હતુ. આ અંગે પાલીતાણા શેત્રુંજી ડીવીઝન ડી.સી.એફ.જયન પટેલે રવિવારે સાંજે જણાવ્યુ હતુ કે, ત્રણ વ્યક્તિ ઉપર હુમલો ફરીવાર થયો છે અમારી ટીમ સતત પ્રયાસ કરે છે ઝડપથી સિંહણનું રેસ્ક્યુ ઓપરેશન થાય જ્યારે લોકો અમને સહકાર આપે તે જરૂરી છે. સિંહણના રેસ્ક્યુ બાદ પહેલા સેમ્પલ લેવાશે કેમ કે સતત બનાવો બન્યા છે.
આ ઘટનામાં ઈજાગ્રસ્તોના નામ આ પ્રમાણે છે. મકનભાઈ લખમણભાઈ પરમાર, બાબરકોટ, બોઘાભાઈ લખમણભાઈ પરમાર, બાબરકોટ, ભરતભાઈ રામજીભાઈ, ગોપાલભાઈ રામભાઈ શિયાળ, સામત મંગભાઈ ટોટા, રાજુભાઈ બાબુભાઈ શિયાળ.
ગઇકાલથી જ વનવિભાગે સિંહણના રેસ્ક્યૂ માટેના પ્રયાસો હાથ ધર્યા હતા. નોંધનીય છે કે, સિંહણ સામાન્ય રીતે માણસ ઉપર હુમલો કરતી નથી.SS1MS