મોટુ પેટ દેખાડીને મહિલા કરે છે લાખોની કમાણી
નવી દિલ્હી, લોકો પૈસા કમાવવા માટે મહેનત કરે છે. કામના તણાવમાં લોકો પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન પણ નથી રાખતા. પરંતુ આ દુનિયામાં કેટલાક લોકો એવી રીતે પૈસા કમાઇ રહ્યા છે કે કોઇએ કલ્પના પણ નહીં કરી હોય. આવો જ એક કિસ્સો યુકેમાં સામે આવ્યો છે, જ્યાં ઘરે બેઠેલી એક મહિલા દર મહિને ઓછામાં ઓછા ૧૦ લાખ રૂપિયાની કમાણી કરી રહી છે.
ક્યારેક તો આ કમાણી તેનાથી પણ વધુ થઈ જાય છે. આ મહિલાનું નામ એન્ટોનિયા ગ્રાહમ છે. જેણે કમાણીની એક અનોખી રીત શોધી કાઢી છે. અહેવાલ અનુસાર કોરોના કાળમાં લોકડાઉન દરમિયાન ઘણા લોકોએ ઈન્ટરનેટના માધ્યમથી ઘરે બેઠા કમાણી કરવાની ઘણી રીતો ગૂગલ પર સર્ચ કરી હતી. આપત્તિમાં તકો શોધતી વખતે ઘણા લોકો આ બાબતમાં સફળ પણ થયા હતા.
પરંતુ યુકેની એન્ટોનિયાની સામે આવી કોઈ મજબૂરી નહોતી. આ સુંદર મહિલાના વધેલા વજન અને પેટની ચરબીની લોકોએ મજાક ઉડાવી હતી. પરંતુ નિરાશ થવાને બદલે તેણે શરીરના એ જ ભાગને કમાણીનું સાધન બનાવી દીધું.
આજે તે ઘરે આરામથી બેસીને ખાઇ પીને લાખો રૂપિયાની કમાણી કરી રહી છે. થોડા દિવસ પહેલા એક મહિલા પોતાના ફાર્ટને વેચીને લાખો રૂપિયા કમાઇ રહી હોવાના અહેવાલ આવ્યા હતા. આવી જ અનોખી રીત શોધી ચૂકેલી એન્ટોનિયાએ ટ્રોલર્સની બોલતી બંધ કરી દીધી છે.
એન્ટોનિયાના સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ છે. ફેન ફોલોઇંગના આધારે તે ૫થી ૧૦ મિનિટના ઓનલાઇન સેશનમાં પોતાની ફાંદ બતાવીને હજારો રૂપિયા ફી લે છે. ૨૫ વર્ષીય એન્ટોનિયા ગ્રેહામે પોતાના ફેન્સ સાથે પૈસા કમાવવાની અજીબ રીત શેર કરી છે.
એન્ટોનિયાએ ઓનલીફેન પર એક એકાઉન્ટ બનાવ્યું છે. આ સાઇટ પર તે લોકોને તેના ખાવાના વીડિયો અને ફોટો બતાવે છે. જેને ફેડેરીસમ કિંક કહેવામાં આવે છે. મહિલાને ખાતી જાેવાનું તેના ફેન્સને ખૂબ પસંદ આવે છે. આ સાથે જ તેના પેટની ચરબી જાેઇને તેઓ ખુશ થઇ જાય છે. એન્ટોનિયાએ જણાવ્યું કે પહેલા તો તે પોતાના વજનને લઇને ખૂબ જ ચિંતિત હતી.
પરંતુ હવે તેણે આ વજનને પોતાની કમાણીનું સાધન બનાવી લીધું છે. પોતાના વીડિયોમાં તે મેક ડી, કેએફસી અને ડોમિનોઝ જેવી કંપનીઓને પ્રમોટ કરે છે અને તેમની પાસેથી સારી એવી ફી લે છે.SS1MS