વિકી અને કેટરીના કૈફ ૨૦૨૩માં પેરેન્ટ્સ બનશે
મુંબઈ, બોલિવુડમાં હાલ જાણે ગુડન્યૂઝનો સમય ચાલી રહ્યો છે. એક પછી એક અભિનેત્રીઓએ છેલ્લા બે વર્ષમાં ગુડન્યૂઝ આપ્યા છે. અનુષ્કા શર્મા, કરીના કપૂર, પ્રિયંકા ચોપરાથી લઈને હાલ લેટેસ્ટમાં સોનમ કપૂર અને આલિયા ભટ્ટ ‘ફેમિલી વે’ તરફ ચાલી રહ્યા છે.
છેલ્લા થોડા દિવસોથી સોશિયલ મીડિયા અને મીડિયામાં ભારે ચર્ચા છે કે કેટરિના કૈફ પણ પ્રેગ્નેટ છે. કેટલાક લોકોનું માનવું છે કે કેટરિના કૈફ હાલ પ્રેગ્નેન્ટ છે અને આ વાત છુપાવી રહી છે.
કેટરિના છેલ્લા થોડા દિવસોથી જાહેરમાં ઓછી દેખાય છે અને તાજેતરમાં જ એરપોર્ટ પર પતિ વિકી કૌશલ સાથે દેખાઈ ત્યારે લૂઝ ઓરેન્જ ટી-શર્ટમાં જાેવા મળી હતી. જાેકે, પ્રેગ્નેન્સી અંગે કપલે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત નથી કરી. જાણીતા ન્યૂમરોલોજીસ્ટ સંજય બી જુમાનીનું કહેવું છે કે, કેટરિના કૈફ ૨૦૨૩માં બાળકને જન્મ આપી શકે છે.
“કેટરિના તેના ૪૦મા વર્ષમાં છે એટલે તે આ વર્ષે પણ બાળકને જન્મ આપી શકે છે. પરંતુ મોટાભાગે તેની ડિલિવરી આવતા વર્ષે જ થશે. કેટરિના નંબર ૭ છે અને ૨૦૨૩નો સરવાળો ૭ થાય છે”, તેમ જુમાનીએ જણાવ્યું. વિકીનો નંબર પણ ૭ છે. એટલે હું જે કહી રહ્યો છું તે આંકડાઓને આધારે કરેલી આગાહી છે”, તેમ જુમાનીએ ઉમેર્યું. કેટરિના અને વિકીના ત્યાં દીકરો જન્મશે કે દીકરી? જવાબ આપતાં જુમાનીએ કહ્યું, “ઐશ્વર્યા રાય દીકરાને જન્મ આપશે તેવી આગાહી મેં કરી હતી પરંતુ પરિણામ સામે છે.
એટલે એ પછીથી હું આવી કોઈપણ આગાહી કરવાનું ટાળું છું. જાેકે, કાજાેલ, ટિ્વન્કલ ખન્નાની બાબતમાં હું સાચો પડ્યો હતો. પરંતુ જિંદગી એટલી સરળ પણ નથી હોતીને. બાળકના આવ્યા પછી કેટરિના પોતાના કરિયરને સાઈડમાં મૂકી દેશે તેમ પણ સંજય બી. જુમાનીનું કહેવું છે.
તેમણે આગળ કહ્યું, “કેટરિના આગામી બે વર્ષ માટે કરિયરને સાઈડમાં મૂકી શકે છે અને બાળકના ઉછેર પર ધ્યાન કેંદ્રિત કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, કેટરિના કૈફ અને વિકી કૌશલે ૯ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ વિકી અને કેટરિના જૂહુ તારા રોડ પર આવેલા બિલ્ડિંગમાં રહે છે. અહીં વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા તેમના પાડોશી છે. લગ્ન પહેલા વિકી પોતાના પેરેન્ટ્સ સાથે અંધેરીમાં ઓબેરોય સ્પ્રિંગ્સમાં રહેતો હતો.SS1MS