અભિનેત્રી કેટરિના કૈફે બર્થ ડે પર માણી યૉટ રાઈડની મજા
મુંબઈ, બોલિવુડ એક્ટ્રેસ કેટરિના કૈફનો ૧૬ જુલાઈએ ૩૯મો બર્થ ડે હતો. કેટરિના કૈફે પોતાનો બર્થ ડે પરિવાર અને ફ્રેન્ડ્સ સાથે માલદીવ્સમાં સેલિબ્રેટ કર્યો છે. કેટરિના કૈફે પોતાના બર્થ ડે પર સુંદર તસવીરો શેર કરી છે.
જેમાં બીચ પર તે પોતાની ગર્લગેંગ અને દિયર સની કૌશલ સાથે હળવા મૂડમાં દેખાઈ રહી છે. માલદીવ્સમાં કેટરિના અને વિકી સાથે મિનિ માથુર, કબીર ખાન, સની કૌશલ, શર્વરી વાઘ, ઈઝાબેલ કૈફ, ઈલિયાના ડિક્રૂઝ, અંગીરા ધર, આનંદ તિવારી વગેરે હાજર છે. લગ્ન પછીનો કેટરિના કૈફનો બર્થ ડે યાદગાર બની રહે તે માટે વિકી કૌશલે પૂરતા પ્રયાસ કર્યા છે. કેટરિનાને બર્થ ડે પર ખાસ ભેટ પણ મળી છે.
બીચ સાઈડ બર્થ ડેની ઝલક બતાવતી તસવીરો શેર કરતાં કેટરિનાએ લખ્યું, બર્થ ડે વાલા દિન. આ ફોટોમાં કેટરિના વ્હાઈટ રંગના ઓવર-સાઈઝ્ડ શર્ટમાં જાેવા મળી રહી છે. કેટરિનાએ બીજી તસવીરો તેની ગર્લગેંગ સાથે શેર કરી છે. જેમાં મિનિ માથુર, ઈઝાબેલ, શર્વરી વાઘ, ઈલિયાના ડિક્રૂઝ, અંગીરા ધર જાેવા મળે છે.
એક ફોટોમાં સની કૌશલ બધી જ લેડીઝની આગળ આડો પડીને પોઝ આપતો દેખાઈ રહ્યો છે. કેટરિના કૈફ બર્થ ડે વીક ઉજવી રહી છે ત્યારે બીજા દિવસે તેમણે સૌએ યૉટ રાઈડની મજા માણી હતી. યોટમાં કેટરિના કબીર ખાનની પત્ની મિનિ માથુર અને ફિલ્મમેકર કરિશ્મા કોહલી સાથે પોઝ આપી રહી છે. તેણે આ ફોટો શેર કરતાં લખ્યું, માય ગર્લ્સ. કેટરિનાએ વ્હાઈટ રંગનો સુંદર આઉટફિટ પહેર્યો છે.
કેટરિના કૈફના બર્થ ડે પર પતિ વિકી કૌશલે પણ તેનો સુંદર ફોટો શેર કરતાં લખ્યું, બાર બાર દિન યે આયે..બાર બાર દિલ યે ગાયે..હેપી બર્થ ડે માય લવ. કેટરિનાએ બર્થ ડે વેકેશનની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરી છે. જેમાં તેણે હોટલમાંથી બીચનો સુંદર નજારો બતાવ્યો છે.
સાથે જ બર્થ ડે પર મળેલી સ્પેશિયલ ગિફ્ટ પણ બતાવી છે. કેટરિનાને બર્થ ડે પર તેની અને વિકીની લાકડા પર કોતરેલી તસવીરવાળી ફ્રેમ મળી છે. આ ફ્રેમ પર ‘હેપી બર્થ ડે કેટ’ લખવામાં આવ્યું છે. એક્ટ્રેસ ઈલિયાના ડિક્રૂઝે પણ કેટરિનાના બર્થ ડે સેલિબ્રેશનમાંથી એક તસવીર શેર કરી છે.
જેમાં વિકી કૌશલની ઝલક ફેન્સને જાેવા મળી છે. અત્યાર સુધી કેટરિનાની બર્થ ડેની જેટલી તસવીરો સામે આવી તેમાં વિકી ક્યાંય જાેવા નહોતો મળ્યો. ઈલિયાનાએ શેર કરેલા ફોટોમાં કેટરિના, મિનિ, સબેસ્ટિયન, આનંદ તિવારી, વિકી અને ઈઝાબેલ જાેવા મળે છે. આ ફોટો શેર કરતાં ઈલિયાનાએ લખ્યું, “સનશાઈન, કોકટેલ્સ અને થોડી બર્થ ડે કેક.”SS1MS