KGF-૨ ફેમ અભિનેતા યશને બેડ બોય માને છે દીકરો
મુંબઈ, બ્લોકબસ્ટર અને વર્લ્ડવાઈડ બોક્સઓફિસ પર તમામ રેકોર્ડ તોડનારી ફિલ્મ KGF ચેપ્ટર ૨નો એક્ટર યશ ચર્ચામાં છવાયેલો રહે છે. તે પોપ્યુલર એક્ટર્સના લિસ્ટમાં ટોપ પર છે. આ ફિલ્મ થકી તેણે માત્ર સાઉથ જ નહીં પરંતુ હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ બહોળો ચાહક વર્ગ ઉભો કરી લીધો છે.
સારા એક્ટર હોવાની સાથે-સાથે તે સારો પિતા પણ છે. તેની પત્ની રાધિકા પંડિત અને તે દીકરી આર્યા અને દીકરા યથર્વ તેમ બે બાળકોના માતા-પિતા છે. રાધિકા પંડિત સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને ઘણીવાર બાળકોના ક્યૂટ વીડિયો શેર કરતી રહે છે, જે ફેન્સને પણ પસંદ આવે છે.
તેણે દીકરાનો આવો જ વધુ એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે પપ્પા યશને ‘બેડ બોય’ જ્યારે મમ્મીને ‘ગુડ ગર્લ’ કહી રહ્યો છે. વીડિયોમાં યશ વારંવાર યથર્વને કહે છે ડેડી ગુડ બોય છે પરંતુ તે ગુસ્સામાં જાેવા મળી રહ્યો છે અને મમ્મી પાસે બેઠો છે. પહેલા તો તે યશની વાતોને અવગણે છે.
યશ સતત પોતાના વખાણ કરવાના પ્રયાસ કરે છે પરંતુ તે નિષ્ફળ રહે છે. તે યશને ‘બેડ બોય’ અને મમ્મી રાધિકાને ‘ગુડ ગર્લ’ કહે છે. યશ આગળ કહે છે ‘ડેડ ઈઝ ધ સ્વીટ, ડેડ ઈઝ અ વેરી સ્વીટ, ડેડ ઈઝ વેરી કૂલ’, પરંતુ યથર્વ નો…નો કહેતો રહે છે.
આ દરમિયાન તે થોડો રડમસ પણ થઈ જાય છે. વીડિયોના કેપ્શનમાં રાધિકા પંડિતે લખ્યું છે ‘ચૂકાદો આવી ગયો છે’. આ વીડિયો પર ફેન્સના અલગ-અલગ રિએક્શન સામે આવ્યા છે.
એક ફેને લખ્યું છે ‘તે મમ્મીનો દીકરો છે અને તે સારી વાત છે’, એક ફેને લખ્યું છે ‘રોકીભાઈ તેના દીકરાને કહી રહ્યા છે કે, જાે તને લાગતું હોય કે તું બેડ છે તો હું તારો પિતા છું’, રાધિકા પંડિતના ફેન પેજે લખ્યું છે ‘અંતમાં તે કંટાળી જાય છે, ખૂબ જ ક્યૂટ છે’, તો એકે લખ્યું છે ‘રોકી ગુડ બેડ બોય છે’. કપલના કેટલાક ફેન્સે તેના દીકરાને ‘ક્યૂટ’ કહ્યો છે. રાધિકા પંડિત પણ કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ફેમસ એક્ટ્રેસ છે.
તેની અને યશની મુલાકાત ૨૦૦૭માં એક ટીવી શોના સેટ પર થઈ હતી. ઘણા વર્ષ સુધી ડેટ કર્યા બાદ ૨૦૧૬માં કપલે લગ્ન કર્યા હતા. ત્યારબાદ ૨૦૧૮માં તેમના ઘરે દીકરી અને ૨૦૧૯માં દીકરાનો જન્મ થયો હતો.SS1MS