Western Times News

Gujarati News

૭૩૬માંથી ૭૩૦ સાંસદોએ મત આપ્યો, કેટલાંક સાંસદોએ કર્યુ ક્રોસ વોટિંગ

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ૯૯.૧૮ ટકા મતદાન, ૨૧મીએ પરિણામ

(એજન્સી)નવી દિલ્હી, દેશને ૨૧ જુલાઈએ નવા રાષ્ટ્રપતિ મળવાના છે. આજે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં યોજાયેલું મતદાન પૂર્ણ થઈ ગયું છે. સવારે ૧૦ કલાકે મતદાનની શરૂઆત થઈ હતી અને સાંજે ૫ કલાકે મતદાન પૂર્ણ થયું છે. આ દરમિયાન ૭૩૬માંથી ૭૩૦ સાંસદોએ પોતાનો મત આપ્યો છે. સાંસદોનું મતદાન ૯૯.૧૮ ટકા થયું છે.

તો ૬ સાંસદોએ પોતાના મતાધિકારનો પ્રયોગ કર્યો નથી. નોંધનીય છે કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એનડીએ ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ અને સંયુક્ત વિપક્ષના ઉમેદવાર યશવંત સિન્હા વચ્ચે ટક્કર છે.

પરંતુ સમર્થન જાેતા દ્રૌપદી મુર્મૂની જીત નક્કી માનવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિની ચૂંટણીનું પરિણામ ૨૧ જુલાઈએ જાહેર કરવામાં આવશે. ૨૫ જુલાઈએ નવા રાષ્ટ્રપતિ શપથ લેશે.

રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ગુજરાતમાં ગાંધીનગર ખાતે પ્રથમ ક્રોસ વોટિંગ થયું હતું. કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા ભાજપને સમર્થન આપતા જાેવા મળ્યાં છે. જેથી દ્રૌપદી મુર્મૂના જીતની આશા પ્રબળ બની છે. ખુદ કાંધલ જાડેજાએ ક્રોસ વોટિંગનો સ્વીકાર કર્યો છે. એનસીપીના આદેશને અવગણીને આ જાહેરાત તેમણે કરી છે.

એનસીપીએ એ કોંગ્રેસનુ સહયોગી દળ છે, ત્યારે કાંધેલ જાડેજાનુ ક્રોસ વોટિંગ અનેક સવાલો પેદા કરે છે. યુપીમાં સપાના બરેલીના ભોજીપુરા એમએલએ શહઝીલ ઈસ્લામે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કર્યું છે. તેમણે એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂને મત આપ્યો છે. ઓડિશાથી કોંગ્રેસ ધારાસભ્ય મોહમ્મદ મુકીમે દાવો કર્યો છે કે, તેમણે એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂને મત આપ્યો છે. એઆઈયુડીએફના ધારાસભ્ય કરીમુદ્દીન બરભુઈયાએ દાવો કર્યો છે કે, કોંગ્રેસના ધારાસભ્યોએ આસામમાં ક્રોસ વોટિંગ કર્યું છે.

સંસદ સંવાદનું સક્ષમ માધ્યમ, જ્યાં ખુલ્લા મનથી સંવાદ થવો જાેઈએ

નવી દિલ્હી, આજથી સંસદનું ચોમાસુ સત્ર શરૂ થયું છે. સત્રની શરૂઆત પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું. પીએમ મોદીએ કહ્યું કે ગૃહની બહાર તો ગરમી છે, ગૃહમાં ગરમી ઓછી હશે કે નહીં તે જાેઈશું. તેમણે તમામને સદનની ગરિમા જાળવી રાખવાની અપીલ કરી.

આ ચોમાસુ સત્રમાં નવા રાષ્ટ્રપતિ અને નવા ઉપરાષ્ટ્રપતિનું માર્ગદર્શન મળશે. સદનમાં ખુલ્લા મને ચર્ચા થવી જાેઈએ. સદન સંવાદનું એક માધ્યમ છે. જ્યાં જરૂર પડ્યે વાદ વિવાદ પણ થવો જાેઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમે હંમેશા સંદનને સંવાદનું સક્ષમ માધ્યમ માનીએ છીએ. જ્યાં ખુલ્લા મનથી સંવાદ થાય, ખુલ્લા મનથી વાદ-વિવાદ થાય.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.