મહિલાએ ફેક એકાઉન્ટ બનાવી રંગીન મિજાજી પતિની પોલ ખોલી
(એજન્સી)રાજકોટ, રાજકોટની ૪૦ વર્ષની રાધિકા (નામ બદલ્યું છે)ના લગ્ન વર્ષ ૨૦૧૦માં અમદાવાદના રસેશ શાહ સાથે થયા હતા, લગ્ન જીવનમાં શરુઆતનો સમય બહુ સારો રહ્યો અને રાધિકાએ દીકરીને જન્મ આપ્યો હતો.
રાધિકા લગ્ન પછી રાજકોટમાં પિતાનું ઘર છોડીને પતિના ઘરે અમદાવાદમાં રહેવા માટે ગઈ હતી, અહીં તે પતિ સાથે સંયુક્ત પરિવારમાં રહેતી હતી. વર્ષ સુધી બધું સારું ચાલ્યા પછી રાધિકાને ઘરમાં નાની-નાની બાબતોમાં રોકટોક કરીને મેંણાટોંણા મારવામાં આવતા હતા.
તેના ખરાબ પગલાને કારણે દીયરની નોકરી ગઈ હોવાના મેંણા પણ મારવામાં આવતા હતા. આ પછી તેને એવું કહેવામાં આવતું હતું કે તમારા પપ્પાને કહો કે મને ક્યાંક નોકરી અપાવે. ત્રાસ અને અપમાન સહન કરીને રાધિકા પોતાનો અને બાળકનો વિચાર કરીને મેંણાટોંણાના કડવા ઘૂંટડા પી જતી હતી.
સાસરિયા તરફથી મળતા ત્રાસની સાથે તેને ત્યારે ઝાટકો લાગ્યો કે જ્યારે તેના પતિ દ્વારા પર સ્ત્રી સાથે લાંબી-લાંબી વાતો કરવામાં આવતી હતી, તેણે પતિના ફોનમાં ડિટેલ્સ જાેયા બાદ પૂછ્યું કે તમે આટલી લાંબી વાતો કોની સાથે કરો છો? ત્યારે પતિએ પોતે આ છોકરી સાથે અગાઉ પ્રેમમાં હતો પરંતુ હવે તેઓ સારા મિત્રો છે તેમ કહીને વાત વાળી લીધી હતી.