ત્રણ માસમાં સિલીન્ડરના ભાવમાં ૧૦પ વધ્યા
રાંધણ ગેસના સિલીન્ડરમાં રૂ.૭૬નો વધારો! |
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : દિવાળીના તહેવારો હજુ આજે પૂરા થઈ રહ્યા છે. લોકો ઉત્સવના આનંદનો હજુ થાક ઉતારી રહ્યા છે ત્યાં જ એક માઠા સમાચાર સાંભળી ગૃહિણીનીઓ ખુબ જ ચિંતામાં પડી ગઈ છે. સરકારે સબસીડી વગર ગેસના ભાવમાં જબરજસ્ત વધારો કરતા બજેટ ખોરવાઈ જશે. છેલ્લા ૩ માસમાં ગેસના ભાવમાં રૂ૧૦પ નો ભાવવધારો કરવામાં આવ્યો છે.
સરકાર તરફથી કરવામાં આવેલી સત્તાવાર જાહેરાત મુજબ આજથી તાત્કાલિક અમલમાં આવે એ રીતે સબસીડી ન મેળવનાર રાંધણ ગેસના ગ્રાહકોને સિલીન્ડર દીઠ રૂ.૭૬ વધારે આપવા પડશે. આજથી સબસીડી વગરના રાંધણ ગેસના સિલીન્ડરમાં રૂ.૭૬ નો વધારો ઝીંકવામાં આવ્યો છે. ૩ મહિનામાં જ રૂ.૧૦પ જેટલા ભાવવધારાથી મોંઘવારીથી પીડાતી પ્રજાને એક વધુ પાટું. દિનપ્રતિદિન વધતી જતી મોંઘવારી, શાકભાજીના ભાવમાં વધારો, તથા અન્ય ચીજવસ્તુઓે પણ મોંઘી થતાં પ્રજાનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે.