પાસપોર્ટ એપ્લિકેશનની સંખ્યામાં જબરદસ્ત વધારો
અમદાવાદ, જાે તમે નવો અથવા અપડેટેડ પાસપોર્ટ મેળવવા માગતા હો, તો નજીકના પાસપોર્ટ સેવા કેન્દ્રમાં તમારી રાહ રજા કરતાં વધારે લાંબી હોઈ શકે છે. તહેવારોની સીઝન પહેલા, રાજ્યભરના PSK અરજીઓના ધસારા સાથે કામ કરી રહ્યા છે, જે અપોઈન્ટમેન્ટ મેળવવા ઈચ્છતા લોકો માટે વધારે રાહ જાેવાનું સૂચવે છે.
બે દિવસની સામાન્ય રાહ જાેવાના સમયની સામે, અમદાવાદના અરજદારોએ અપોઈન્ટમેન્ટ માટે ૨૦ દિવસ જ્યારે વડોદરાના અરજદારોએ ઓછામાં ઓછા ૧૫ દિવસ રાહ જાેવી પડશે. અમદાવાદના પાસપોર્ટ સેવા કેન્દ્રમાં, આગામી તત્કાલ પાસપોર્ટ માટે આગામી ઉપલબ્ધ અપોઈન્ટમેન્ટ (સોમવારે સાંજે ૪ કલાકે છેલ્લે કરવામાં આવેલી તપાસ પ્રમાણે) ૮મી ઓગસ્ટના રોજ છે.
અમદાવાદનાં રેગ્યુલર પાસપોર્ટ મેળવવા માગતા અરજદારો પાસે ૫ ઓગસ્ટ જ્યારે વડોદરાના અરજદારો પાસે ૩ ઓગસ્ટ સુધી રાહ જાેવા સિવાય કોઈ વિકલ્પ નથી. કોવિડ-૧૯ના પ્રતિબંધો હળવા કરાયા બાદ પાસપોર્ટ એપ્લિકેશનની સંખ્યામાં વધારો થયો છે.
સમગ્ર દેશમાં સમાન ટ્રેન્ડ જાેવા મળ્યો હતો, દિલ્હીમાં પહેલી ઉપલબ્ધ તારીખ ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં હતી જ્યારે મુંબઈવાસીઓ પહેલી સપ્ટેમ્બર પહેલા સ્લોટ બૂક કરી શકતા નથી. વરેન મિશ્રા, રિજનલ પાસપોર્ટ અધિકારીએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે તેમને મહિનામાં મળતી ૪૦ હજાર અરજીઓની સામે, આ વર્ષના જાન્યુઆરીથી સરેરાશ ૫૫ હજાર અરજીઓ મેળવી રહ્યા છે.
કોવિડ નિયંત્રણો હળવા કરાતાં, છેલ્લા કેટલાક મહિનામાં વિદેશ જતાં વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. પ્રક્રિયા સરળ અને ઝડપી બને તેની ખાતરી કરવા માટે, આસિસ્ટન્ટ પાસપોર્ટ અધિકારીઓને પણ અરજીઓ ક્લિયર કરવા માટે પણ અધિકૃત કરવામાં આવ્યા છે.
‘અમારો સ્ટાફ વધારે ક્ષમતા સાથે એક દિવસમાં મહત્તમ એપ્લિકેશન હેન્ડલ કરી રહ્યો છે. એકવાર એપ્લિકેશન ક્લિયર થઈ જાય પછી, પાસપોર્ટની પ્રક્રિયા ચોક્કસ સમયમર્યાદામાં થાય છે’, તેમ મિશ્રાએ ઉમેર્યું હતું. અમદાવાદની રિજનલ પાસપોર્ટ ઓફિસના સૂત્રોએ જણાવ્યું હતું કે, ભારે ધસારો હોવા છતાં, રાજ્યની પાસપોર્ટ ઓફિસ દિવસમાં ઓછામાં ઓછી ૭૫૦ એપ્લિકેશન હેન્ડલ કરે છે.
એક સમયે, ૧૦ હજાર એપ્લિકેશનનો ભરાવો (બેકલોગ) થયો હતો. ત્યારબાદ, RPOએ સમગ્ર દેશમાં એક દિવસમાં ઈશ્યૂ કરાયેલી અપોઈન્ટમેન્ટની સંખ્યા ઘટાડવાનો ર્નિણય લીધો હતો’, તેમ સૂત્રોએ કહ્યું હતું.
આ ઉપરાંત, અમદાવાદમાં છથી સાત અધિકારીઓ નિવૃત થયા હતા અથવા તો તેમને ટ્રાન્સફર કરાયા હતા, જેના કારણે હાલના સ્ટાફ પર કામનો બોજાે વધ્યો છે. ‘ભરતીઓ હજી કરવાની બાકી હોવાથી, અમદાવાદની ઓફિસ સ્ટાફની ૪૦% અછતનો સામનો કરી રહી છે’, તેમ સૂત્રોએ ઉમેર્યું હતું.
વડોદરાના ટ્રાવેલ અને વિઝા એજન્ટ મનિષ કુરિલે જણાવ્યું હતું કે, ‘નવા કે અપડેટેડ પાસપોર્ટ મેળવવા માગતા લોકોને બે અઠવાડિયા અથવા તેથી વધુ સમય બાદની જ અપોઈન્ટમેન્ટ મળી રહી છે. તત્કાલ અરજારો પાસે પણ રાહ જાેવા સિવાય બીજાે કોઈ વિકલ્પ નથી’. ‘છેલ્લા બે વર્ષમાં મહામારીના કારણે ટ્રાવેલ પર મૂકાયેલા પ્રતિબંધોના કારણે ઘણા લોકોએ તેમનો પાસપોર્ટ રિન્યૂ કરાવ્યો નહોતો.
મોટાભાગના પ્રતિબંધિત દેશોના દ્વાર પ્રવાસીઓ માટે ફરીથી ખુલ્યા છે, ત્યારે એપ્લિકેશનનો ધસારો છે’, તેમ તેમણે ઉમેર્યું હતું. વડોદરાના પાસપોર્ટ સેવા કેન્દ્રના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, છેલ્લા કેટલાક મહિનામાં એપ્લિકેશનની સંખ્યામાં જબરદસ્ત વધારો જાેવા મળ્યો છે અને સેંકડો પેન્ડિંગ છે. ત્યાં પણ સ્ટાફની અછત છે.
‘બે વર્ષના વિરામ બાદ લોકો ફરી મુસાફરી કરી રહ્યા છે. મોટી સંખ્યામાં લોકો વર્ક વિઝા પર વિદેશમાં જઈ રહ્યા છે અને તેથી એપ્લિકેશનની સંખ્યા પણ વધી છે’, તેમ સૂત્રોએ કહ્યું હતું.SS1MS