મગફળીના દાણાને નાકથી ધક્કો મારી ૧૪૧૧૫ ફૂટ ઊંચા પર્વત પર પહોંચાડ્યો
નવી દિલ્હી, દુનિયામાં અજીબોગરીબ લોકોની સંખ્યા બહોળી છે. આ લોકો દરેકને આશ્ચર્ય થાય એવું કંઇક ને કંઇક કરતા જ હોય છે અને વિચિત્ર હરકતોના કારણે ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર દરરોજ આવી ઘટનાઓ જાેવા મળે છે.
ત્યારે આજે અમે તમને વધુ એક વિચિત્ર હરકત વિશે જણાવવા જઈ રહ્યા છીએ. એક વ્યક્તિએ પોતાના નાકથી શિંગદાણાને ધક્કો મારીને હજારો ફૂટ ઊંચા પહાડ પર ચડાવી દીધો છે! આ વિચિત્ર ચેલેન્જથી લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા છે.
આ કારસ્તાન ૫૩ વર્ષના બોબ સાલેમે કર્યું છે. તે અમેરિકામાં કોલોરાડો મૈનીટો સ્પ્રિંગ્સના રહેવાસી છે અને અત્યારે વિચિત્ર રેકોર્ડ તોડવાના કારણે ચર્ચામાં છે. તેણે વિચિત્ર ચેલેન્જ ઝીલીને મગફળીના દાણાને પોતાના નાકથી ધક્કો મારી હજારો ફૂટ ઊંચા પર્વતની ટોચ પર ધકેલી દીધો હતો.
બોબ સાલેમ ૨૧મી સદીમાં આવું કરનાર પ્રથમ વ્યક્તિ છે. ફેસબુક પર સિટી ઓફ મૈનીટો સ્પ્રિંગ્સની સરકારે બોબ સાલેમનો વીડિયો શેર કર્યો છે. જેમાં તેને રેકોર્ડ રચતા જાેઈ શકાય છે. તેણે ૯ જુલાઈના રોજ મગફળીના દાણાને નાકથી પિક્સ પીકની ૧૪,૧૧૫ ફૂટ ઊંચાઈ સુધી ધકેલવાનું મિશન શરૂ કર્યું હતું.
પહાડની ટોચ પર પહોંચવામાં તેમને ૭ દિવસનો સમય લાગ્યો હતો અને ૧૫ જુલાઈના રોજ તે ટોચ પર પહોંચી ગયા હતા. આ તકે તેને શહેરના મેયરના હસ્તે સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. આ રેકોર્ડનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તે ૯૦૦૦થી વધુ વખત જાેવામાં આવ્યો છે. અનેક લોકોએ આ રેકોર્ડ અંગે કૉમેન્ટ્સ કરી છે. જેમાં બોબના વખાણ કરવામાં આવ્યા છે.
વર્ષ ૧૯૭૬ માં ટોમ મિલર નામના વ્યક્તિએ આ અનોખો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. મિલર ૫ દિવસની અંદર મગફળીને પહાડની ટોચ પર લઈ ગયો હતો. ૧૯૨૯માં બિલ વિલિયમ્સે ૨૨ દિવસમાં આ વસ્તુ કરી હતી અને ત્યાર પછી વર્ષ ૧૯૬૩માં એલિસાસ બેક્સ્ટરે આઠ દિવસમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી.
બોબ સાલેમે જણાવ્યું હતું કે, ગરમી અને અંધારાને કારણે ઘણી તકલીફ પડી હતી. મારે દર ૫થી ૧૦ મિનિટમાં રોકાવું પડતું હતું અને થોડા ફોટા લેવા પડતા હતા. તેમણે આખા અઠવાડિયામાં લગભગ બે ડઝન મગફળીનો ઉપયોગ કર્યો હતો. કેટલાક દાણા રસ્તામાં ખડકો વચ્ચેની તિરાડમાં પડી ગયા હોવાથી તે તેમને પાછો મેળવી શક્યો નહોતો.SS1MS