Western Times News

Gujarati News

કરણના ચેટ શો પર આઈડિયા ચોરી કરવાનો આરોપ લાગ્યો

મુંબઈ, કરણ જાેહરનો પોપ્યુલર ચેટ શો ‘કોફી વિથ કરણ’ હંમેશા ચર્ચામાં રહે છે. હવે આ શો ફરી એકવાર વિવાદમાં સપડાયો છે. આ શો પર ચોરીનો આરોપ લાગી રહ્યો છે. આરોપ છે કે, ઓરિજિનલ રાઈટરને ક્રેડિટ આપ્યા વિના જ કન્ટેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

એક રાઈટર અને પત્રકારે સોશિયલ મીડિયા પર આરોપ લગાવ્યો છે કે, ‘કોફી વિથ કરણ ૭’ના બીજા એપિસોડમાં ક્રેડિટ આપ્યા વિના જ તેના આઈડિયાને ઉપયોગમાં લેવામાં આવ્યો છે. આ એપિસોડમાં જ્હાન્વી કપૂર અને સારા અલી ખાન જાેવા મળી હતી.

પત્રકારનું કહેવું છે કે, શોમાં ફિલ્મના નામનો અંદાજાે લગાવવાળું જે સેગમેન્ટ હતું તે તેનો આઈડિયા હતો. કોફી વિથ કરણ’માં ફિલ્મના ખરાબ પ્લોટના આધરે ફિલ્મનું નામ વિચારવાનું હતું. જેમાં કરણે પોતાની ફિલ્મ ‘કભી ખુશી કભી ગમ’ અંગે પ્રશ્ન કરતાં કહ્યું હતું, ‘એક મોટો પુરુષ જે પોતાના શૂઝની દોરી નથી બાંધી શકતો અને બાદમાં તે પોતાની જૂની આયાને પોતાની અસલિયત જણાવી દે છે.’

રાઈટર-જર્નલિસ્ટ માન્યા લોહિત આહુજાએ આ એપિસોડની ક્લિપ સાથે આર્ટિકલ શેર કર્યો છે. જે ૨૦૨૦માં અમારા સહયોગી એન્ટરટેઈનમેન્ટ પોર્ટલ પર ૨૦૨૦માં પબ્લિશ કરવામાં આવ્યો હતો. એમાં પણ સેમ આજ સવાલ પૂછવામાં આવ્યો હતો. A journalist and writer working for iDiva, Manya Lohit Ahuja claimed that a segment in episode 2 of #KaranJohar’s show is copied verbatim from her original content.

આ આર્ટિકલનું ટાઈટલ હતું, ‘કોલિંગ ઓલ બોલિવુડ બફઃ ગેસ ધ મૂવી વિથ ધ હેલ્પ ઓફ ધીઝ બેડલી એક્સપ્લેન પ્લોટ્‌સ’. માન્યાએ આ શેર કરતાં લખ્યું, “કોફી વિથ કરણે મારો આઈડિયા ઉઠાવ્યો છે જે મેં ૈડ્ઢૈદૃટ્ઠ પર શરૂ કર્યો હતો. આઈડિયાને જેમનો તેમ ઉઠાવી લેવાયો છે.

આ કોન્સેપ્ટ મારો હતો અને મને તેને લખવામાં ખૂબ મજા આવતી હતી. જાેકે, મને શ્રેય આપવામાં નથી આવ્યો અને આ વાત મને મંજૂર નથી. જાે તમે કોપી ઉઠાવો છો તો તેનો શ્રેય પણ આપો. માન્યાએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પણ લખ્યું, “મેં ર્નિણય કર્યો છે કે હું ચૂપ નહીં રહું. મને મારા કામની ક્રેડિટ જાેઈએ છે. આ ભલે દુનિયા બદલી નાખનારું કામ નથી પરંતુ મારું તો છે.”

આ પોસ્ટમાં માન્યાએ કરણ જાેહર, ઓટીટી પ્લેટફોર્મ અને ક્રિએટિવ રાઈટર શ્રીમી વર્માને ટેગ કરી છે. કરણ જાેહરના ચેટ શોની આ સાતમી સીઝન છે.

વર્કફ્રંટની વાત કરીએ તો લાંબા સમય બાદ કરણ જાેહર ડાયરેક્ટર તરીકે વાપસી કરી રહ્યો છે. તે ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં રણવીર સિંહ, આલિયા ભટ્ટ, ધર્મેન્દ્ર, શબાના આઝમી અને જયા બચ્ચન મુખ્ય ભૂમિકામાં જાેવા મળશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.