Western Times News

Gujarati News

સીંગતેલ અને કપાસિયાના તેલમાં ૧૦ રૂપિયા વધારો

રાજકોટ, રાજકોટ સહિત સૌરાષ્ટ્રમા સાતમ આઠમના તહેવારો નજીક આવતાની સાથે જ સિંગતેલના ભાવમાં ફરી વધારો થયો છે. દર વર્ષે સાતમ આઠમના તહેવાર પહેલા તેલના ભાવો ભડકે બળે છે. આ વર્ષે પણ આવુ જ થયું.

સિંગતેલ, કપાસિયા તેલ, પામોલિન તેલના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે. ફરી સિંગતેલના ડબ્બો ૨૮૦૦ ની સપાટીએ પહોંચ્યો છે. સિંગતેલના ભાવમાં ડબ્બે રૂપિયા ૧૦ નો ભાવ વધારો નોંધાયો છે. આ ભાવ વધારાથી સિંગતેલનો ડબ્બો ૨૮૧૦ રૂપિયા પહોંચ્યો છે.

કપાસિયા તેલમાં પણ ૧૦ રૂપિયાના વધારા સાથે ડબ્બાનો ભાવ ૨૫૧૦ થયો છે. પારીઓના જણાવ્યા અનુસાર સીંગતેલમાં હજુ ભાવ વધવાની શકયતા પૂરેપૂરી છે. સીંગતેલના ભાવમાં વધારો આવશે તો એની અસર કપાસિયા અને સાઈડ તેલમાં પણ જાેવા મળશે.

સીંગતેલમાં સતત ભાવ વધારો થવાને કારણે હાલ સીઝનમાં લોકોને મોંઘા ભાવનું તેલ ખરીદવું પડી રહ્યું છે. મહત્વનું છે કે, ખાદ્યતેલ મોંઘા થવા સાથે બજારૂ ફરસાણ, ખાદ્યચીજાેમાં ભેળસેળ કે વાસી દાઝ્‌યુ તેલ વાપરવાનું જાેખમ પણ વધ્યું છે.

ખાદ્યતેલોમાં ભાવવધારાના કારણે ગૃહિણીઓના બજેટ ખોરવાઈ ગયા છે. ઈન્ડોનેશિયાથી મોટા પ્રમાણમાં પામતેલની આયાતને લઈને પામતેલનો ડબ્બો ૧૯૨૦ રૂપિયાએ પહોંચ્યો છે. જાેકે, માત્ર પામોલિન તેલના ભાવમાં જ ઘટાડો જાેવા મળી રહ્યો છે. છેલ્લા ત્રણ મહિનામાં પામતેલના ભાવમાં ૫૦૦ થી ૬૦૦ રૂપિયાનું ઘટાડો થયો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.