વડોદરાઃ યુવતીના બે આશિક વચ્ચે તકરાર, યુવાન તલવાર લઇને પહોંચ્યો
વડોદરા, શહેરની પ્રખ્યાત મહારાજા યુનિવર્સિટીમાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. યુવાને ખુલ્લી તલવાર સાથે પોલિટેક્નિક કેમ્પસમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને પગલે કેમ્પસમાં અરેરાટી ભર્યો માહોલ છવાયો હતો.
જાેકે, યુનિવર્સિટીની વિજીલન્સ ટીમ અને ફતેગંજ પોલીસની સમય સુચકતાને કારણે, ઉશ્કેરાયેલ યુવાન દેવ સુરેશભાઇ રોય પરમારને કમાટીબાગ પાસેથી તલવાર અને બેટ સાથે દબોચી લેવાયો હતો. આ ઘટનામાં પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાનું પણ સામે આવ્યું છે.
એક યુવતીના બે આશિકો વચ્ચે બબાલ થતા આ મામલો અહીં સુધી પહોંચ્યાનું પણ ચર્ચાઇ રહ્યું છે. આ ઘટનામાં પોલીસ ફરિયાદમાં જણાવવામાં આવ્યા અનુસાર, સયાજીગંજ પોલીસને બાતમી મળી હતી કે, કમાટીબાગ રોડ પર ટુ વ્હિલર પાર્કિગ પાસે એક ફોરવ્હિલ કારમાં હથિયાર છે.
જેથી પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી હતી. એક યુવક કાર લઇને કમાટીબાગ રોડ અમુલ પાર્લર પાસે આ કાર ઉભો હતો. જેનું નામ પૂછતા તેણે પોતાનું નામ દેવ સુરેશભાઇ રોય પરમાર (રહે. નવચેતન સોસાયટી, વાઘોડિયા ડભોઇ રિંગ રોડ, વડોદરા) હોવાનું જણાવ્યું હતું. પોલીસે કારની તપાસ કરતા તેમાંથી એક તલવાર અને બેટ મળી આવ્યા હતા.
આ અંગે દેવને પૂછતા તેણે જણાવ્યું હતું કે, મારે કોલેજના છોકરાઓ સાથે ઝઘડો થયો છે. જેથી મોકો મળે તો તેઓને મારવા માટે હથિયાર રાખ્યા છે. જેથી પોલીસે દેવની ધરપકડ કરી સયાજીગંજ પોલીસ સ્ટેશન લઇ ગઇ હતી. જ્યાં તેની સામે ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જાણવા મળ્યુ છે કે, વિદ્યાર્થી કાર લઇને પોલિટેક્નિક વિસ્તારથી ભાગ્યો હતો.
ત્યારે કારે બાઈક સવારને પણ ટક્કર મારી હતી. જાેકે તેની ફરિયાદ બાઈક સવારે કરી ન હતી. કાર અને વિજિલન્સની પકડદાવની રેસમાં રોડ પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. ભાગી રહેલા દેવ પરમારને પકડવા માટે વિજિલન્સ ટીમ અને પોલીસે તેની કારનો ૨ કિલોમીટર સુધી પીછો કર્યો હતો.
અગાઉ યુવતી બાબતે ઝઘડો થયો હતો એટલે મોકો મળે તો તેમને મારવા માટે તલવાર અને બેટ લઇને આવ્યો હોવાની કબૂલાત દેવ પરમારે પોલીસ સમક્ષ કરી હતી. હાલ દેવ પોલીસ પકડમાં આવી ગયો છે. આ અંગે પોલીસે જણાવ્યુ કે, કોલેજમાં ભણતી એક યુવતીના બે આશિક હતા. જેમના ગ્રુપ વચ્ચે બોલાચાલી પણ થઇ હતી. જેના કારણે દેવ તલવાર અને બેટ લઇને આવ્યો હતો. આ પહેલા પણ બે જૂથો વચ્ચે ઝઘડા થયા છે.SS1MS