મગના પાકમાં જંતુનાશક દવાના ઉપયોગથી કેન્સરના કેસ વધ્યા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/07/Mung-beans.jpg)
ભોપાલ, મધ્યપ્રદેશના નર્મદાપુરમમા મગની ખેતીમાં જે રાસાયણીક જંતુનાશક દવાઓના ઉપયોગ કરવામાં આવીરહયોછે. તેનાથી થઈ રહેલા મગને ખાવાથી વિસ્તારમાં કેન્સરના દર્દીઓની સંખ્યા વધવા લાગી છે. આ વિશે ખેડૂતોનું કહેવું છે કેરાસાયણીક જંતુનાશકના દવાઓના ઉપયોગથી આ પાક ઝેરીલા થઈ જાય છે.
એમપીનાખેડૂત મગના પાકમાં જંતુનાશક દવાઓનું ઝેર વાવીને કેન્સરની ખેતી કરી રહયા છે. નર્મદાપુરમમાં ઝેરની આ ખેતી કરવામાં આવી રહી છે. નર્મદાપુરમના ખેડૂતનું કહેવું છે કે ઝેરીલા રસાયણીથી ઉગાડેલી પાક અમે પોતે ખાતા નથી. એક વર્ષ જુના મગ ખાઈએ છીએ.અ હરદાના અન્ય ખેડૂતના જણાવ્યા અનુસાર હરદામાં એક પણ દર્દી નહોતો આજે અમારે અહીં કેન્સરના લગભગ ૧૦૦ દર્દી છે.
આજે દેશમાં ખેતીમાં ખેડૂત ઝેરીલા રાસાયણીક જંતુનાશકો દવાઓના અંધાધુંધ અને અસંતુલીત ઉપયોગ કરી રહયા છે. આ જંતુનાશકોના ઉપયોગથી ના માત્ર જમીન ઉજજડ થાય છે. પરંતુ આ જંતુનાશક જમીનમાં રહીને ભુજળનને પણ ઝેરીલું બનાવી રહયા છે.
ભલે જંતુનાશક પાકને બચાવવાનું કામ કરી રહયા હોય પરંતુ આ પાક દ્વારા આપણા ભોજનમાં ધીમુ ઝેર પીરસાઈ રહયું છે. મગના ઉત્પાદનમાં દેશમાં નંબર વન મધ્યપ્રદેશમાં મગના પાકમાં ઝેરીલા રાસાયણીક જંતુનાશકો દવાઓનો ખૂબ ઉપયોગ કરીરહયું છે.
મગ જેને પોષકતત્વોનો ખજાનો કહેવામાં આવે છે. જેમાંથી આયર્ન, મિનરલ, પ્રોટીન,ફાઈબર, મેગ્નેશીયમ, પ્રોટીન, પોટેશીયમ, ફોસ્ફરસ, વિટામીન એ, વિટામીન બી, વિટામીન ઈ જેવા તમામ તત્વ ભરપુર પ્રમાણમાં મળે છે. જેના કારણે શરીરને કેટલીય સ્વાસ્થ્ય સમસ્યાઓમાંથી બચાવી શકાય છે.