ચેકનો દુર ઉપયોગ કરીને કરેલી ચેક રિટર્ન કેસની ફરિયાદ રદ કરતી અદાલત
![court-dismisses-complaint-in-cheque-return-case](https://westerntimesnews.in/wp-content/uploads/2020/01/cheque.jpg)
પ્રતિકાત્મક
ગોધરામાં વીમા એજન્ટે પ્રીમીયમ ભરવા માટે લીધો હતો.
(પ્રતિનિધિ) ગોધરા, જેમ જેમ ચેક રીટર્ન નો કાયદો કડક બની રહેલ છે તેમ તેમ આ કાયદાનો દુરુપયોગ કરીને ગેરકાયદેસર વ્યાજનો ધંધો કરતા વ્યાજખોરો દ્વારા ચેકમાં ખોટી રકમો ભરીને સજાની બીક બતાવીને મોટી રકમો પડાવવાના બનાવો પણ વધી રહેલ છે-.
વિગતવાર મળેલી માહિતી મુજબ ફરિયાદી લાભનદાસ મોજ્વાણી રહેવાસી ભુરાવાવ , ગોધરાના નાઓએ આરોપી ગીતાબેન રૂપચંદ પારવાણી રહેવાસી કલાલ દરવાજા ગોધરા નાઓ સામે એવી ફરિયાદ કરી હતી કે પોતે વીમા એજન્ટ તરીકેની કામગીરી કરે છે
ગીતાબેનને મકાન બનાવવા નાણાં ની જરૂર પડતા ફરિયાદીએ તેમને રૂપિયા ૧૪૭૬૦૦૦ હાથ ઉછીના પોતાના અને પોતાની પત્નીના ખાતામાંથી આપેલા . અને તે રકમની પરત ચુકવણી માટે ગીતાબેને ફરિયાદીને પોતાનો આઈ.ડી.બી.આઈ બેન્કનો રૂપિયા ૧૪૭૬૦૦૦ નો ચેક લખી આપેલ
પરંતુ તે ચેક ફરિયાદીએ પોતાની બેંક મારફતે ક્લિયરિંગ માં મોકલતા બેંકે ખાતું બંદ હોવાના કારણસર ચેક પરત કરેલ તેથી ફરિયાદીએ ગોધરા કોર્ટમાં ચેક રિટર્ન ગુનાની ફરિયાદ દાખલ કરી હતી આ કેસમાં આરોપીએ એવો બચાવ લીધો હતો કે તેણે ફરિયાદી પાસેથી કોઈ રકમ લીધી નથી
અને ફરિયાદીને ચેક પણ લખી આપેલ નથી . ખરી હકીકત એવી છે કે આરોપી ગીતાબેનનો પુત્ર નરેશ ફરિયાદી પાસેથી તેની જ સાથે જુગાર રમવા બે લાખ રૂપિયા વ્યાજે લીધા હતા અને તે રકમ તે સમયસર પરત ન આપી શકતા ફરિયાદીએ બે લાખ પર મહીને ૩૦ ટકા વ્યાજ ગણી ને બે લાખના રૂપિયા ૧૪૦૦૦૦૦ કરી નાખ્યા હતા
અને તે રકમ વસુલ મેળવવા ફરિયાદી એ નરેશભાઈને મારજુડ કરીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપીને તે રકમ વસુલ મેળવવા નરેશને તેની માતા ગીતાબેન અને તેના ભાઈ ના કોરા ચેકો અપાવવા કહેલ અને નરેશ ફરિયાદી વીમા એજન્ટ હોવાથી તેને ઘરે ગીતાબેન પાસે લઇ આવેલ અને કહેલ કે તારો વીમો લેવાનું છે તો પ્રીમીયમ ભરવા માટે તારા બે ચેકો આપ .
તેથી ફરિયાદી પર વિશ્વાસ અને ભરોસો કરીને ગીતાબેને ફરીયાદીને પોતાના બે ચેકો માં સહી કરીને આપેલા . તે ચેકોમાં આ વીમા એજન્ટે ખોટી વિગતો ભરીને ચેકનો દુર ઉપયોગ કરીને હાલની ખોટી ફરિયાદ કરેલી છે આ કેસ ગોધરા કોર્ટમાં ચાલી જતા કોર્ટમાં રજુ થયેલ
બંને પક્ષોના પુરાવાઓ અને બચાવ પક્ષના વકીલ અશોક એ સામતાણી ની દલીલોને દયાનમાં લઈને ગોધરા અદાલતે ફરિયાદીની ફરિયાદની હકીકતો અમાન્ય રાખીને આરોપી ગીતાબેનનો બચાવ માન્ય રાખીને ફરિયાદી ની ફરિયાદ રદ કરવાનો મહત્વનો ચુકાદો આપેલ છે .