Western Times News

Gujarati News

આર્થિક સંકડામણને કારણે વ્યક્તિએ પત્ની અને દીકરા સાથે કારમાં લગાવી આગ

નાગપુર, પાડોશી રાજ્ય મહારાષ્ટ્રના નાગપુર ખાતેથી એક હચમચાવી દેતો બનાવ સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિએ પત્ની અને પુત્ર સાથે કારમાં જાત જલાવી લીધી છે. આ બનાવમાં વ્યક્તિનું નિધન થયું છે, જ્યારે પત્ની અને બાળકનો બચાવ થયો છે.

પોલીસનું કહેવું છે કે આપઘાત કરી લેનાર વ્યક્તિ કોરોના બાદ આર્થિક તંગીનો સામનો કરી રહ્યો હતો. આ જ કારણ છે કે તેણે આપઘાત કરી લીધો છે.

મૃતક રામરાજે પત્ની, પુત્ર અને પોતાના પર પેટ્રોલ છાંટી દીધું હતું. માતા-પુત્ર કંઈ સમજે તે પહેલા જ તેણે જાતને આગ લગાવી લીધી હતી, અને પત્ની અને દીકરાને પણ આગ લગાડી દીધી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે માતા-પુત્ર જેમ તેમ કરીને કારની બહાર નીકળી ગયા હતા.

જાેકે, રામરાજનું કારની અંદર જ મોત થયું હતું. પોલીસે માહિતી આપી છે કે બનાવ નાગપુરના બેલતરોડી પોલીસ મથક વિસ્તારના ખપરી પુનર્વસન વિસ્તાર ખાતે મંગળવારે બપોરે બન્યો હતો. મૃતકની ઓળખ ૫૮ વર્ષીય રામરાજ ગોપાલકૃષ્ણ ભટ તરીકે કરવામાં આવી છે.

બનાવમાં તેની પત્ની સંગીતા ભટ (ઉં.વ.૫૫), દીકરો નંદન (ઉં.વ.૩૦) ગંભીર રીતે ઘાયલ થયા છે. બંનેને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પોલીસને તપાસ દરમિયાન મૃતકના ઘરેથી એક સુસાઇડ નોટ મળી છે. સુસાઈડ નોટમાં વ્યક્તિએ કથિત રીતે લખ્યું છે કે તે આર્થિક પરેશાનીનો સામનો કરી રહ્યો હતો. આ કારણ તે પોતાનું જીવન સમાપ્ત કરી રહ્યો છે. પોલીસે કહ્યુ કે રામરાજ ભટની પત્ની અને તેના પુત્રને તેના સાચા ઉદેશ્ય અંગે જાણ ન હતી. રામરાજે ભોજન માટે બહાર જવાનું કહીને પત્ની અને દીકરાને કારમાં બેસાડ્યા હતા.

ભોજનના બહાને ખપરી પુનર્વસન પહોંચ્યા બાદ રામરાજે પત્ની, પુત્ર અને પોતાના પર પેટ્રોલ છાંટી દીધું હતું. માતા-પુત્ર કંઈ સમજે તે પહેલા જ તેણે જાતને આગ લગાવી લીધી હતી, અને પત્ની અને દીકરાને પણ આગ લગાડી દીધી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે માતા-પુત્ર જેમ તેમ કરીને કારની બહાર નીકળી ગયા હતા. જાેકે, રામરાજનું કારની અંદર જ મોત થયું હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.