Western Times News

Gujarati News

ટ્રક નીચે બાઈક આવી જતા યુવકનું કમકમાટીભર્યું મોત

વડોદરા, વરસાદને કારણે રાજ્યના માર્ગોની સ્થિતિ કથળી છે. રસ્તાઓ પર અનેક જગ્યાએ ખાડ પડ્યા છે. જેના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આ સાથે અનેક અકસ્માતોથી લોકોના જીવ પણ જઇ રહ્યા છે. આવો જ એક કિસ્સો જાંબુવા બ્રિજ પાસે બન્યો છે. મંગળવારે નોકરી પરથી છૂટીને ઘકે જઇ રહ્યા બાઇક પર જઇ રહેલા બે લોકો રોડ પરના ખાડાના કારણે પડી ગયા હતા.

પાછળથી આવતા ટ્રકના પૈડા તેમના પર ફરી વળતા બાઇક ચાલકનું સ્થળ પર જ કમકમાટીભર્ચું મોત થયું છે. કરજણ તાલુકાના ખેરડા ગામમાં રહેતા ૬૦ વર્ષના નરસિંહભાઇ સોલંકી મકરપુરા જી.આઇ.ડી.સી.માં આવેલી કંપનીમાં નોકરી કરતા હતા.

મંગળવારે સાંજે તેઓ નોકરી પરથી છૂટીને મિત્ર ટીનાભાઇ પટેલની સાથે ઘરે જતા હતા. આ દરમિયાન જાંબુવા નદીના સાંકડા બ્રિજ પર રોડના ખાડાને કારણે બાઇક પડી જતા રોડ પર ફંગોળાયા હતા. રોડની જમણી બાજુ પટકાયેલા નરસિંહભાઇ પર પાછળથી આવતી ટ્રકના પૈંડા ફરી વળ્યા હતા. જેના કારણે તેઓને માથામાં ગંભીર ઇજા થઇ હતી. જેના કારણે સ્થળ પર જ તેઓનું મોત થયું હતું.

જ્યારે રોડની ડાબી બાજુ પડેલા ટીનાભાઇનો બચાવ થયો હતો. ઉલ્લેખનીય છે કે, જાંબુવાના સાંકડા બ્રિજ પર અવાર-નવાર અકસ્માતો થતા હોય છે. પરંતુ, બ્રિજ પહોળો કરવાની કામગીરી થતી નથી. થોડા દિવસ પહેલા પણ આવો ગોઝારો અકસ્માત સર્જાયો હતો.

જામ્બુવા બ્રિજ પાસે બે મોટર સાઇકલ, કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ગોઝારી ઘટનામાં બાઇક સવાર બે વ્યક્તિના મોત નીપજયા હતા.

જામ્બુવા બ્રિજ પાસે એક ડમ્પરે બે બાઇકચાલકને અડફેટમાં લીધા હતા. તેની સાથે એક કારચાલકને પણ અડફેટમાં લીધા હતા. આ ગોઝારી ઘટનામાં બાઇક ઉપર પસાર થઇ રહેલા એક મહિલા એક પુરુષ સહિત ત્રણ વ્યક્તિઓ રોડ પર ફંગોળાઇ ગયા હતા. જેમાં બે વ્યક્તિઓના સ્થળ પર મોત નિપજયા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.