રશિયા ભારત પાસે ઓઇલનું પેમેન્ટ દેશની કરન્સીમાં માગી રહ્યુ છે

નવીદિલ્હી, રશિયા હવે ઇન્ડિયા પાસે ઓઇલનું પેમેન્ટ દુબઈની કરન્સીમાં માગી રહ્યુ છે. રશિયા ઘણાં ઇન્ડિયન કસ્ટમર્સને ઓઇલ પૂરુ પાડે છે અને હવે તેણે યુએસ ડોલરની જગ્યાએ દિરહામ્સમાં પૈસા લેવાનું શરૂ કર્યું છે.
રશિયા અત્યાર સુધી અમેરિકન કરન્સીમાં પણ પેમેન્ટ લેતી હતી. જાેકે હવે વેસ્ટર્ન કન્ટ્રીથી પોતાને મૂક્ત કરવા અને સશક્ત બનવા માટે હવે તે અમેરિકન ડોલર પર ર્નિભર રહેવા નથી માગતુ. વેસ્ટર્ન કન્ટ્રીઓએ તેના પર જે પણ પ્રતિબંધ મૂક્યા છે એનાથી પોતાને દૂર કરવા અને આર્ત્મનિભર બનવા માટે રશિયાએ આ ર્નિણય લીધો છે.
યુક્રેન સામે છેડેલા યુદ્ધને લઈને અમેરિકા અને તેના સાથી દેશ દ્વારા રશિયા પર ઘણાં પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે. રિપોર્ટ મુજબ રશિયાએ એક રિફાઇનરને ઓઇલના પેમેન્ટનું બિલ અમેરિકન ડોલરમાં આપ્યુ હતુ, પરંતુ પેમેન્ટ માટે તેમણે દિરહામ્સમાં વિનંતી કરી હતી.
રશિયાની સૌથી મોટી ઓઇલ કપંની રોસ્નેફ્ટ હવે ટ્રેડિંગ ફર્મ એવરેસ્ટ એનર્જી અને કોરલ એનર્જી દ્વારા તેમના ક્રૂડને ઇન્ડિયામાં મોકલી રહી છે. ચીન બાદ ઇન્ડિયા હવે રશિયાનો સૌથી મોટો ઓઇલ ખરીદનાર દેશ બની ગયો છે.
વેસ્ટર્ન કન્ટ્રી દ્વારા રશિયા પાસેથી ઓઇલ ન ખરીદવાનું નક્કી કરવામાં આવતાં ઓઇલ ઇમ્પોર્ટ કરનારા દેશોને હવે ખૂબ જ વધુ ડિસ્કાઉન્ટમાં ક્રૂડ મળી રહ્યું છે. ઇન્ડિયન રિફાઇનરી ભાગ્યે જ રશિયા પાસે ઓઇલ ખરીદતું હતું કારણ કે તેમની પ્રાઇઝ ખૂબ જ વધુ હતી. જાેકે હવે તેમને પણ ડિસ્કાઉન્ટ મળતા તેઓ આ ઓઇલ ખરીદી રહ્યાં છે.
ઇરાક બાદ બીજા નંબરે સૌથી વધુ ઓઇલ કોઈ દેશમાંથી ઇન્ડિયા ખરીદતુ હોય તો એ હવે રશિયા છે. પહેલાં સાઉદી અરેબિયા પાસેથી એ ખરીદવામાં આવતું હતું, પરંતુ જૂનમાં પણ સતત બીજા ક્રમે હવે રશિયાનો નંબર આવે છે. ઇન્ડિયાની બે રિફાઇનરીએ તેમનું કેટલુક પેમેન્ટ દિરહામ્સમાં કરી પણ દીધુ છે. આગામી થોડા દિવસોમાં તેઓ અન્ય પેમેન્ટ્સ પણ કરી દેશે.
બિલમાં લખવામાં આવ્યું છે કે આ પેમેન્ટ ગેઝપ્રોમબેન્કને વાયા મેશરેક બેન્ક કરવામાં આવ્યુ છે જે દુબઈમાં છે. યુનાઇટેડ અરબ એમિરેટ્સ આ યુદ્ધમાં તેમની પોઝિશન ન્યુટ્રલ રાખી રહ્યું છે. તેઓ રશિયા પર કોઈ પણ બેન નથી મૂકી રહ્યાં. તેમ જ તો જે પેમેન્ટ્સ કરવા દઈ રહ્યાં છે એને કારણે વેસ્ટર્ન કન્ટ્રી નારાજ થઈ શકે છે.
રોસનેફ્ટ જે પણ ટ્રેડિંગ ફર્મનો ઉપયોગ કરે છે તેઓ હવે ડોલરની કિંમતના દિરહામ્સમાં પેમેન્ટ માગી રહ્યા છે. આ વિશે જ્યારો રોઇટર્સે રોસનેફ્ટ, એવરેસ્ટ એનર્જી અને કોરલ એનર્જી પાસે કમેન્ટ માટે ઇમેલ કર્યો ત્યારે કોઈએ જવાબ નહોતા આપ્યો.
રશિયાના ફોરેન મિનિસ્ટર સર્ગે લેવ્રોવે એપ્રિલમાં કહ્યુ હતુ કે રશિયા હવે ઇન્ડિયા જેવા દેશો સાથે નોન-વેસ્ટર્ન કરન્સીનો ઉપયોગ ટ્રેડ માટે કરવા માગે છે. તેમણે એ પણ કહ્યું હતું કે રશિયા હવે ફ્રેન્ડલી કન્ટ્રીની કરન્સી ખરીદતી રહેશે. આ કરન્સીનો ઉપયોગને કારણે ડોલર અને યુરો સામે તેમની પોતાની કરન્સી રુબલ વધુ સ્ટ્રોન્ગ બનશે.
મોસ્કોની કરન્સી એક્સચેન્જ હવે ઉઝબેક સમ અને દિરહામ્સમાં ટ્રેડિંગ લોન્ચ કરવાનું પ્લાનિંગ કરી રહી છે. ગલ્ફનું ફાઇનાન્સ અને બિઝનેસ સેન્ટર દુબઈ હવે રશિયા માટે એક જીવાદોરી સમાન બની ગયુ છે. મોસ્કોની ટોપનું શિપિંગ ગ્રૂપની દુબઈમાં પણ સબસિડરી કંપની છે. આ કંપની દ્વારા ઇન્ડિયાને ટ્રેડિંગ માટે વધુ ઇન્સ્યોરન્સ અને ક્લાસિફિકેશનની ગેરેન્ટી આપવામાં આવતાં ઇન્ડિયા પણ તેમની પોઝિશન ન્યુટ્રલ રાખી રહી છે.
ઇન્ટરનેશનલ ટ્રેડ સેટલમેન્ટ્સ માટે રૂપિયાનો ઉપયોગ કરવા માટે ઇન્ડિયાની સેન્ટ્રલ બેન્ક દ્વારા ગયા અઠવાડિયે એક નવી કાર્યપદ્ધતિ બનાવવામાં આવી હતી. એકસપર્ટનું માનવું છે કે એને કારણે વેસ્ટર્નસ કન્ટ્રી દ્વારા જે-જે દેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે એ-એ દેશ સાથે વધુ ટ્રેડ કરી શકાશે જેમાં રશિયા અને ઇરાનનો સમાવેશ થાય છે.HS1MS