RTOમાં વહેલી સવારથી લાગેલી લાંબી કતાર
(પ્રતિનિધિ) અમદાવાદ : લાભ પાંચમ શહેરના વાહનચાલકો માટે લાભપાંચમ નહી પણ દંડ પાંચમ પણ બની શકે છે, જા ટ્રાફિક નિયમનો ભંગ કર્યો હશે પોલીસે સપાટો બોલાવવાનો પણ શરૂ કરી દીધો છે દંડ ન ભરનાર વાહનચાલકનું વાહન જપ્ત કરવામાં આવશે કોઈનું વાહન ચલાવતા હશો
તો વાહન ચાલકને રૂ.૩૦૦૦ દંડ થશે. આજથી દંડ વસુલ કરવાનો કડક અમલ શરૂ થતાં જ વહેલી સવારથી જ આર.ટી.ઓમાં લાયસન્સ, અર.સી. બુક તથા વિવિધ કામો માટે લાંબી કતાર જાવા મળી રહી છે. સીનીયર સીટીઝનથી માંડી યુવાનો, મહિલાઓ મોટી સંખ્યામાં પોલીસના દંડથી બચવા કતારમાં આર.ટી.ઓ. ઉઘડવાની પ્રતિક્ષા કરી રહ્યા છે. એક સીનીયર સીટીઝન કપલ જેઓ એક બાકડા ઉપર આર.ટી.ઓ કયારે ઉઘડશે તેની રાહ જાતા બેઠા હતાં તેમને પુછવામાં આવતા જણાવ્યું કે ટ્રાફિક નિયમમાં કરેલા સુધારા તથા દંડની ભારે રકમની વસુલાત આ ઉંમરે વહેલી સવારના અહીં આવી પ્રતિક્ષા કરી રહ્યા છે.