શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ બન્યાં રાનિલ વિક્રમાસિંઘે
(એજન્સી)કોલંબો, છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા રાજકીય અને આર્થિક સંકટ વચ્ચે રાનિલ વિક્રમસિંઘે શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા છે. શ્રીલંકાના સાંસદોએ તેમને પોતાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટી લીધા છે. Ranil Wickramasinghe became the new President of Sri Lanka
વિક્રમસિંઘે અત્યાર સુધી શ્રીલંકાના કાર્યવાહક રાષ્ટ્રપતિ તરીકેનો પદભાર સંભાળી રહ્યા હતા. દેશના નવા રાષ્ટ્રપતિ ચૂંટવા માટે શ્રીલંકન સંસદમાં આજે તમામ સાંસદો ઉપસ્થિત રહ્યા હતા.
પૂર્વ વડાપ્રધાન મહિન્દા રાજપક્ષે પણ આજે સંસદમાં હાજર રહ્યા હતા. રાષ્ટ્રપતિ પદની ચૂંટણી પહેલા શ્રીલંકામાં આજે સંસદની બહાર સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવાઈ હતી. તમામ પાર્ટીઓએ પોતાના સાંસદોને એવું ફરમાન આપ્યું હતું કે, તેઓ પોતાના મતની તસવીરો ક્લિક કરે. જાેકે ત્યાર બાદ સંસદમાં ફોન ન લાવવા માટેનો આદેશ આપવામાં આવ્યો હતો.