ઝઘડીયામાં રેલવે ગરનાળામાં પાણી ભરાતા લોકોને હાલાકી
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ઝઘડિયા તાલુકાના રાજપારડી, ગુમાનદેવ, અછાલિયા, સારસા જેવા ગામો માં જવા માટે રેલવે દ્વારા બનાવેલ ગરનાળામાં પાણી ભરાઈ જવાના કારણે લોકો ને હાલાકી ભોગવાનો વારો આવ્યો છે.ગતરોજ રાત્રે પડેલ વરસાદ ના કારણે રેલવે ગરનાળા માં એક થી બે ફૂટ પાણી ભરાતા અંદર ના ગામ લોકો ને અવરજવર કરવામાં મુશ્કેલી પડી હતી.
જેમાં ઝગડીયા ના કાલીયાપુરા મોવાડા ઉંમરવા નાવરા સહિત ના ગામો ના લોકો ને આજે સવારે વરસાદી પાણી ભરાઈ સ્કૂલ કોલેજ જતા વિદ્યાર્થીઓ અને પોતાના વાહનો લઈ કામકાજ અર્થે જતા વાહન ચાલકો ને મુશ્કેલી પડી હતી.ત્યારે દર ચોમાસા દરમ્યાન રેલવે ગરનાળામાં પાણી ભરાતા ઝઘડીયા ના અનેક ગામો ના લોકો ને આનાથી અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે.
ત્યારે રેલવે વિભાગ દ્વારા ગરનાળા તો બનાવી દીધા પરંતુ વરસાદી પાણી નો યોગ્ય નિકાલ ના કરતા હાલ આ પાણી ગરનાળા માં જ ભરાઈ રહેતા આ સુવિધા લોકો માટે અભિશ્રાપ બની ગયો હોઈ તેમ લાગી રહ્યું છે.ત્યારે રેલવે વિભાગ આ બાબતે પાણીનો નિકાલ કરે તે જરૂરી બની ગયું છે.