અમદાવાદના રિક્ષાચાલકનો ઈ-મેમો ભરવાનો ઈનકાર
અમદાવાદ, ૩૦૦ રૂપિયાનો ઈ-મેમો મળતા રિક્ષા ચાલકે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી અને તેમાં દંડ ખોટી રીતે વસૂલવામાં આવતો હોવાનું કહીને હું દંડ નહીં ભરું તેવી વાત કરી છે.
રિક્ષાચાલકે એવી દલીલ કરી છે કે પોતાને મળેલો ઈ-મેમો ખોટો છે અને મને કુદરતી ન્યાય સિદ્ધાંત મુજબ રજૂઆત કરવાની તક આપવામમાં આવી નથી. પોતે દંડ નહીં ભરે તેવી વાત કરતા આ કેસમાં હાઈકોર્ટના જસ્ટિસ એ. એસ. સુપૈયાએ અરજદારની રિટને રદ્દ કરીને સરકારને આદેશ કર્યો છે કે જાે અરજદાર દંડની રકમ ભરવા ના માગતા હોય તો તેમે કાનૂની કાર્યવાહી કરી શકે છે.
રિપોર્ટ્સ મુજબ આ મામલે રાજવીર ઉપાધ્યાય કે જેમણે હાઈકોર્ટમાં રિટ કરી હતી, જેમણે પોતાની અરજીમાં એવી રજૂઆત કરી હતી કે “મોટર વ્હિકલ એક્ટની કલમ ૧૩૩ હેઠળ નોટિસ પાઠવીને એવી સ્પષ્ટતા કરવા કહ્યું કે તમારા આ નંબરના વ્હિલકની તમામ વિગતો આપો અને કોણ એ વાહન ચલાવી રહ્યું હતું તેની વિગતો જણાવો.
૧૩૩ હેઠળ માહિતી માગી શકાય પરંતુ એવો કાયદો નથી કે તેના હેઠળ દંડની માગણી કરી શકાય.” એવી પણ રજૂઆત કરવામાં આવી કે પોલીસ દંડ લઈ શકે નહીં, હું મેમો ભરવા માગતો નથી કારણ કે પોલીસ પાસે તેનો અધિકાર નથી. તેમણે એમ પણ કહ્યું કે મારી સામે કોર્ટમાં કેસ કરી શકો હું ત્યાં લડીશ.
અરજદારે ટ્રાફિક સિગ્નલ પર જે ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે તે ટ્રાફિક પર નજર રાખવા માટે હોય છે નહીં કે તેના ઉપયોગથી વાહન ઈ-મેમો ફટકારી શકાય નહીં. આ સિવાય તેમના દ્વારા એવી પણ રજૂઆત કરાઈ છે આ મેમોમાં દેખાતી રિક્ષા મારી નથી, તેમ છતાં મારી પાસે દંડ માગવામાં આવી રહ્યો છે.
રિક્ષાચાલકે ૩૦૦ રૂપિયાનો મેમો નહીં ભરવાની વાત કરીને કોર્ટમાં ઈ-મેમોને ખોટો ગણાવતી દલીલો પોતાની રિટમાં કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી છે. બીજી તરફ કોર્ટે આ મામલે સરકારને કાયદા પ્રમાણે પગલા ભરવાની છૂટ આપી છે. કોર્ટે કહ્યું છે કે, જાે વાહનચાલક દંડ ભરવા ના માગતા હોય તો તેમની સામે કાનૂની કાર્યવાહી કરવાની સત્તા છે.
નોંધનીય છે કે રિક્ષાચાલકે અગાઉ પોલીસ પાસે ઈ-મેમો આપવાનો અધિકાર નથી તેવી રજૂઆત પોલીસ કમિશનર તથા રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ (૨૦૧૯-૨૦૨૦ દરમિયાન) પણ કરી હતી.SS1MS